Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Digital interface designs that tempt the brain to constantly look at the mobile

Sahiyar: મગજને સતત મોબાઈલ જોવા લલચાવતી ડિજિટલ ઇન્ટરફેસ ડિઝાઈનો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મગજને સતત મોબાઈલ જોવા લલચાવતી ડિજિટલ ઇન્ટરફેસ ડિઝાઈનો
સોર્સ : GSTV

આપણા મોબાઈલ પર કેટલાંક એવા નોટિફિકેશન આવતાં હોય છે જે જોવાની લાલચ રોકવી કપરી થઈ પડે. અને એક વખત તે જોવાનું શરૂ કરીએ એટલે તેની પાછળ પાછળ આવતાં કન્ટેન્ટ જોતાં જ રહીએ. માત્ર એક નોટિફિકેશન આ રીતે આપણો કેટલો સમય ખાઈ જાય તેની આપણને ભાન પણ ન રહે. વાસ્તવમાં આવી એપ અથવા ડિજિટલ ઇન્ટરફેસ ડિઝાઈન યુઝરના વ્યવહારને પ્રભાવિત કરવા કે બદલવા માટે ઈરાદાપૂર્વક બનાવવામાં આવે છે જેથી યુઝર જે તે એપ પાછળ વધારે સમય ખર્ચ કરે. તે સંબંધિત એપ વારંવાર ખોલે કે પછી કોઈ ખાસ એક્શન કરે. આને પરસુએસિવ ડિઝાઈન્સ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો એવી ડિઝાઈન જે તમને મનોવૈજ્ઞાાનિક રીતે ફોન કે એપ પર ટકાવી રાખે, તમને વારંવાર તે ઓપન કરવા લલચાવે.

App Store

પરસુએસિવ, એટલે કે આપણને લલચાવતી કે આકર્ષતી ડિઝાઈન્સ શી રીતે કામ કરે છે તે સમજવું જરૂરી છે. કંપનીઓ આવા ઈન્ટરફેસ અપનાવવા  UX (User Exprerience)  અથવા (User Interface)  રણનીતિ અપનાવે છે. જેમ કે એન્ડલેસ સ્ક્રોલ. તેમાં તમે અવિરતપણે સ્ક્રોલ કરતા રહો તોય એક પછી એક કન્ટેન્ટ આવ્યાં જ કરે. અને તે પણ એવા મઝાના હોય કે તે જોવાની લાલચ ખાળી જ ન શકાય. તેમાં someone liked your photo (કોઈકે તમારા ફોટાને લાઈક કર્યો છે.),  New Video for you (તમારા માટે નવો વીડિયો) કે ઓટોપ્લે વીડિયો ઈત્યાદિનો સમાવેશ થાય છે. એક વીડિયો ઇત્યાદિનો સમાવેશ થાય છે. એક વીડિયો પૂરો થતાં જ તેની પાછળનો વીડિયો આપોઆપ ચાલુ થઈ જાય તેથી તમે તે જોતાં જ રહો. આવી ડિઝાઈન તમને વારંવાર ફોન ખોલવા પ્રેરિત કરે.

વાસ્તવમાં લોકો ફોન પર લાંબો સમય વેડફે છે તેની પાછળ આવી ડિઝાઈન પણ જવાબદાર છે. તેને કારણે લોકોને ફોન પર ચોંટી રહેવાની લત લાગી ગઈ છે. પરંતુ જો તમે આ કુટેવ છોડવા માગતા હો તો તે ખાસ મુશ્કેલ પણ નથી. જેમ કે..,

નોટિફિકેશન પર અંકુશ : માત્ર અત્યાવશ્યક નોટિફિકેશન જ ઓન રાખો. જેમ કે બેંક, ઓટીપી, ફેમિલી ઇત્યાદિ. તેના સિવાયના સઘળાં નોટિફિકેશન ઓફ કરી દો.

મોબાઈલ હોમ સ્ક્રીન પર સોશ્યલ મીડિયા એપ ન રાખો. તે અન્ય એક ફોલ્ડરમાં અથવા સેકન્ડ પેજ પર લઈ જાઓ.

એપ ટાઈમર લગાવો : એન્ડ્રોઈડમાં ડિજિટલ વેલબીઇંગ અને આઇફોનમાં સ્ક્રીન ટાઈમમાં જાઓ. અહીં દરરોજ સ્ક્રીન ટાઈમની લિમિટ સેટ કરો.

ગ્રે સ્કેલ મોડ : ફોન બ્લેક એન્ડ વાઈટ કરવાથી તેનું આકર્ષણ આપોઆપ ઓછું થઈ જશે. તેથી મોબાઈલ ગ્રેસ્કેલ મોડ પર રાખો.

નોન ફોન આવર્સ : નોન ફોન આવર્સ, એટલે કે ચોક્કસ ક્યારે અને કેટલો સમય ફોનથી દૂર રહેવું તે સુનિશ્ચિત કરો. તેમાં રાત્રે સુવાથી એક કલાક પહેલા અને સવારના ઉઠયા પછી અડધા કલાક સુધી ફોનથી દૂર રહેવાનો સમય ઉત્તમ લેખાશે.

સ્ટોપ ઓટો પ્લે : યુટયુબ, ફેસબુક, રીલ્સમાં ઓટો પ્લે બંધ કરી દો.

ચાર્જિંગ પોઇન્ટની જગ્યા : ચાર્જિંગ પોઈન્ટ તમારી સુવાની જગ્યાની આસપાસ ન હોય એ વાતની કાળજી લો. ફોન ચાર્જ કરવા મૂક્યું હોય તોય તે સુતી વખતે હાથવગું બની રહે જે છેવટે મોબાઈલ પર એક નજર નાખવા લલચાવે. અલબત્ત, સંબંધિત જગ્યાએ ચાર્જિંગ પોઇન્ટ ન હોય તો પણ ફોન પોતાનાથી દૂર રાખીને જ સૂઓ.

મોબાઈલની લત ઓછી કરવા કેટલીક ડિઝાઈન્સથી બચીને રહેવું જરૂરી છે. જેમ કે..,

* એન્ડલેસ સ્ક્રોલ કરવા પ્રેરતી ડિઝાઈન્સ. (જેમ કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટયૂબ શોટ્સ ઇત્યાદિ).

* ઓટો પ્લે વીડિયો, જેમાં એક પછી એક વીડિયો આપોઆપ ચાલુ થઈ જતાં હોય. આ ડિઝાઈન તમને ફોનમાં જ જકડી રાખશે.

* લાઈક્સ, શેયર્સ, હાર્ટ્સ (રિવોર્ડ લૂપ્સ) મળવાથી મગજમાં ડોપામાઈન સ્રવે છે જેથી સંબંધિત એપ વારંવાર ખોલવાની લત લાગે છે.

* પર્સનલાઈઝ્ડ રેકેમેન્ડેશન એઆઈ તમને એ જ કન્ટેન્ટ બતાવે છે જેમાં તમે જકડાઈ જાઓ.

* સ્ટ્રીક્સ એન્ડ ડેલી રિવોર્ડ્સ સ્નેપચેટ સ્ટ્રીક્સ, ગેમ્સના રોજિંદા બોનસ વગેરે તમને રોજેરોજ લોગ-ઈન કરવા લલચાવે છે.

* પુલ-ટુ-રિફ્રેશમાં દર વખતે સ્ક્રીન ખેંચવા સાથે નવું  કન્ટેન્ટ મળે છે. આ સિસ્ટમ બિલકુલ સ્લોટ મશીનની જેમ કામ કરે છે.

* ફિયર ઓફ મિસિંગ આઉટ (FOMO) ટ્રિગર્સ, જેમ કે ૧૦ જણ હમણાં ઓનલાઈન છે, મિસ્ડ કોલ્સ, someone mentioned.

* કમ્પ્લીશન ઇન્ડિકેટર્સ, જેમ કે ૫૦%  Profile complete માં યુઝર કામ પૂરું કરવા એપ પર રોકાય છે.

* વેરિએબલ રિવોર્ડસ, એટલે કે દર વખતે કાંઈક નવું મળશે કે નહીં તેની અનિશ્ચિતતા મગજને વધુને વધુ લલચાવતી રહે છે.

- વૈશાલી ઠક્કર