મહેસાણા દૂધસાગર ડેરી ચેરમેન-વાઇસ ચેરમેનની વરણીમાં લખાયો નવો ઈતિહાસ, પહેલીવાર બની આ ઘટના
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂં
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોક ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી. દૂધ સાગર ડેરીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય પણ ચૂંટણી સંપૂર્ણપણે બિનહરીફ બની નહોતી.પરંતુ આ વખતે માહોલ કંઈક અલગ જોવા મળ્યો હતો.
દૂધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એશિયાની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાંની એક એવી મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 15 ડિરેક્ટર બેઠકો માટે બધા જ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.
હંમેશાં આ ડેરીની ચૂંટણીમાં ખેંચતાણ અને ઉગ્ર હરીફાઈ જોવા મળતી હતી. ત્યારે વર્તમાન શાસક પક્ષના સત્તાધીશો દ્વારા સહકારી નેતાગીરીને એક કરી, લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોના પરિણામે આ ચૂંટણીમાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર સમરસતા સ્થપાઈ હતી. આ બિનહરીફ ચૂંટણીથી ખેડૂતો અને પશુપાલકોમાં એકતાનો સકારાત્મક સંદેશ ગયો છે. ત્યારે આજે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી થઇ હતી.











