VIDEO : લોરેન્સના વાયરલ વીડિયો મામલે સાબરમતી જેલના નાયબ અધિક્ષકે આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું
Lawrence Bishnoi Viral Video : સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોર

Lawrence Bishnoi Viral Video : સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈનો એક વીડિયો વાયરલ થાયો છે. આ વીડિયોમાં લોરેન્સ બિશનોઈએ પાકિસ્તાનના એક ગેંગસ્ટર સાથે વીડિયોકોલ કરતો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાબરમતી જેલમાં બંધ હોવા છતાં લોરેન્સે મોબાઈલથી પાકિસ્તનાના એક ગેંગસ્ટરને વીડિયોકોલ કર્યો.
લોરેન્સના વાયરલ થયેલા આ વીડિયો મામલે સાબરમતી જેલ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સાબરમતી જેલના નાયબ અધિક્ષકે નિવેદન આપી સ્પષ્ટતા કરી છે.
આ વીડિયો સાબરમતી જેલનો નથી - નાયબ અધિક્ષક
સાબરમતી જેલના નાયબ અધિક્ષક પરેશ સોંલકીએ જણાવ્યું કે આ વિડિયો સાબરમતી જેલનો નથી. ઓગસ્ટ ૨૦૨૩થી લોરેન્સ બિશનોઈ સાબરમતી જેલમાં છે. સમયાંતરે જેલમાં ચેકીંગ થતું હોય છે. જેલની ઝડતી બહારની એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે, આ વીડિયો AI જનરેટેડ વિડિયો હોઇ શકે છે. લોરેન્સને આઇશોલેશન બેરેકમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત લોરેન્સને એટીએસ તેમજ જેલ પોલીસની કડક સિક્યોરિટી ની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.








