Video: કેશોદની દ્વારકાધીશ માર્કેટ કોમર્શિયલ ઇમારત સીલ
કેશોદ શહેરના વેરાવળ રોડ પર આવેલ કોમર્શિયલ ઇમારતને સીલ કરવા માટે પાલિકાએ કામગિરી હાથ ધરી છે. કેશોદ નગરપાલિ
કેશોદ શહેરના વેરાવળ રોડ પર આવેલ કોમર્શિયલ ઇમારતને સીલ કરવા માટે પાલિકાએ કામગિરી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ઇમારત ખાલી કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ત્યાં કામ કરતાં કર્મચારિઓને ત્યાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ કોમર્શિયલ ઇમારત દ્વારકાધીશ માર્કેટ તરીકે ઓળકાય છે અને અહિં 419 દુકાનો આવેલી છે. આ દ્વારકાધીશ માર્કેટ સિલ કરવા 4 દિવસ સુધી કામગીરી ચાલશે.
ઇમારત સીલ કરવાનું કારણ
આ દ્વારકાધીશ કોમર્શિયલ માર્કેટનું 1997માં નિર્માણ થયું હતું.અને હાલ આ ઈમારતની હાલત ખુબ ભયજનક બની ગઈ હોવાથી કોઈ જાનહાનિ કે અગમ્ય બનાલ ના બને તે હેતુથી આ ઈમારત સીલ કરવાની કર્યવાહિ હાથ ધરવામાં આવી છે. પાલિકાએ ઈમારતનું આયુષ્ય પુરૂ થવાનું જણાવ્યું છે.
નોટીસ આપવા છતાં ખાલી ન કરાઈ માર્કેટ
પાલિકાએ 1 વર્ષ પહેલાં જર્જરિત ઇમારતને ચોમાસાની ઋતુમાં અકસ્માત થવા કે બિલ્ડીંગ ધારાશાયી થવા શક્યતાં દર્શાવી હતી. આ સાથે જ પાલિકાએ વેપારીઓને જૂન/2024 માં વેપારીઓને 7 દિવસમાં ઇમારત ખાલી કરવા નોટીસ આપી હતી. પરંતુ એપાર્ટમેન્ટ ધારકોએ નોટીસ છતાં 1 વર્ષથી સ્ટેબિલીટી રીપોર્ટનો જવાબ ન આપતાં પાલિકાએ કાર્યવાહી હાથ ધરી.
ઇમારત કરાશે ધરાશાયી
જર્જરિત ઇમારત ખાલી કરવા પાલિકા ચીફ ઓફિસર, પાલિકા અધિક્ષક, મ્યુનિ. ઈજનેર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, સેનીટરી ઇન્સ્પેક્ટર, સીટી મેનેજર, ફાયર સ્ટાફ, વોર્ડ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો.દ્વારકાધીશ માર્કેટમાં 419 દુકાનો આવેલી છે જેમાં આશરે 1000 જેટલા લોકો કામ કરે છે. આ ઈમારત સીલ થતાં તેઓ બેરોજગાર થઈ જશે. તેથી વેપારીઓના ચહેરાઓ પર ચિંતા જોવા મળી. હાલ આ જર્જરિત ઈમારતને ધરાશાયી કરવાનો નિર્ણય લોકોના હિત માટે લેવાયા હોવાનું સાબિત થઈ રહ્યું છે.












