પત્રકાર દીર્ઘાયુ વ્યાસનું કોર્ટ સામે સરેન્ડર, ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોપાઇ
10 લાખ રૂપિયાના તોડબાજી પ્રકરણમાં પત્રકાર દીર્ઘાયુ વ્યાસે અમદાવાદમાં કોર્ટ સામે સરેન્ડર કર્યું છે. કોર્ટે ક્રાઇમ બ
10 લાખ રૂપિયાના તોડબાજી પ્રકરણમાં પત્રકાર દીર્ઘાયુ વ્યાસે અમદાવાદમાં કોર્ટ સામે સરેન્ડર કર્યું છે. કોર્ટે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોપી દીધી છે. આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ દીર્ઘાયુ વ્યાસને કોર્ટ સામે રજૂ કરશે.
પત્રકાર દીર્ઘાયુ વ્યાસનું કોર્ટ સામે સરેન્ડર
ગુજરાતની એક વેબસાઇટના પત્રકાર દીર્ઘાયુ વ્યાસે ક્રાઇમ બ્રાન્ચમાં અરજીનો નિકાલ કરીને સમગ્ર મામલે પતાવત કરાવી આપવાનું કહીને 10 લાખનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. દીર્ઘાયુ વ્યાસ સામે નિકોલમાં રિવોલ્વર બતાવીને PSIની ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની ફરિયાદ બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. દીર્ઘાયુ વ્યાસ સામે અનેક ફરિયાદો નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.હવે આ ઘટનાના કેટલાક સમય બાદ દીર્ઘાયુ વ્યાસે સામે આવીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
નિકોલમાં નકલી PSI બની એક શખ્સને ધમકી આપી હતી
પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે નિકોલમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.પત્રકાર દીર્ઘાયુ વ્યાસે એક શખ્સને ફરિયાદ પાછી ખેચવા દબાણ કરી PSI તરીકેની ઓળખ આપી બળાત્કાર તેમજ એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.








