મુખ્ય સામગ્રી પર જાઓ

Video: બોટાદ તાલુકામાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓને શાળાની સફાઈ કરવાની પડાતી ફરજ, આચાર્યનો લૂલો બચાવ

બોટાદ તાલુકાના બાંભણ ગામે વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણકાર્યની સાથે સાફ સફાઈ

બોટાદ તાલુકાના બાંભણ ગામે વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણકાર્યની સાથે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા હોય તેવું કેમેરામાં કેદ થયું છે. આ અંગે વિદ્યાર્થીઓને પૂછતા તેઓએ જણાવ્યું કે તેઓના નિયમિત સાફ સફાઈ માટે વારા હોય છે.

રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી શાળાની સફાઈ કરાવાતી હોવાના સમાચાર સામે આવે છે, ત્યારે બોટાદ તાલુકાના બાંભણ ગામે વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણકાર્યની સાથે સાફ સફાઈ કરાવવામાં આવતી  હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરવાની ફરજ પડાઈ રહી છે. આ અંગે વિદ્યાર્થીઓને પૂછતા તેઓએ જણાવ્યું કે તેઓના નિયમિત સાફ સફાઈ માટે વારા હોય છે.  શાળાના આચાર્યએ જણાવ્યું કે શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓ સફાઈ કામ કરતા હોય છે. વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડીઓ બનાવી અલગ અલગ કામની સોંપણી કરી છે તેમાં સફાઈ કામ પણ છે. અલગ અલગ ધોરણના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સફાઈ માટે કામગીરી સોંપવામાં આવી છે. 

આચાર્ય લૂલો બચાવ કરતા કહ્યું હતુ કે બાળકના ઘડતર માટે સફાઈ કામ સોંપવામાં આવ્યું છે. ત્યારે ભાંભણ પ્રાથમિક માધ્યમિક શાળામાં સંચાલકોએ સાફ-સફાઈ માટે કોઈ કર્મચારી રાખ્યો હોત તો વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની મજૂરી કરાવવી ન પડત, પણ સૌથી મોટો સવાલ એ છે કે આવી રીતે સફાઈ કરવાથી બાળકનું ઘડતર થશે કે સફાઈ માટે ખર્ચવાના નાણાં સંચાલકોના ખિસ્સામાં જશે, તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો