મુખ્ય સામગ્રી પર જાઓ

Video: 'HUDA'નો નિર્ણય હાલ પૂરતો સ્થગિત, 7 હજાર ભાજપ કાર્યકર્તાઓના રાજીનામાંની ચિમકીથી સરકાર બેકફૂટ પર

હિંમતનગરના 11 ગામના ખેડૂતો છેલ્લા 108 દિવસથી 'હુડા'નો વિરોધ કરી રહ્યા હતા. આગામી 20

હિંમતનગરના 11 ગામના ખેડૂતો છેલ્લા 108 દિવસથી 'હુડા'નો વિરોધ કરી રહ્યા હતા. આગામી 20 ડિસેમ્બરે 7 હજાર જેટલા ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ રાજીનામાની ચિમકી ઉચ્ચારતા સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને હાલ પૂરતો હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. 

ગામના ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી લેવાયો નિર્ણય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામના ખેડૂતો છેલ્લા 100 થી વધુ દિવસથી 'હુડા'નો વિરોધ કરી રહ્યા હતા. હુડા અસરગ્રસ્ત 11 ગામના સાત હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપવાની ચિમકી પણ ઉચ્ચારી હતી, જે બાદ સરકારે આ 11 ગામના ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી અને હાલ પૂરતો હુડાનો નિર્ણય સ્થગિત કરવા નિર્ણય લીધો છે. હુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

 ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી  ઋષિકેશ પટેલ,  અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો