VIDEO: ભારે વરસાદથી રાજ્યના વિવિધ જળાશયો અને ડેમો નવા નીરથી છલકાયા
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગ
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ રાજ્યના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રાજ્યના વિવિધ જળાશયો અને ડેમોમાં નવા નીર આવ્યા છે.
વિવિધ જીલ્લાના જળાશયોમાં પાણીની આવક
34.80 ટકા ભરાયેલ ગુહાઈમાં 1535 ક્યુ્સેક પાણીની આવક
37.68 ટકા ભરાયેલ હાથમતીમાં 175 ક્યુ્સેક પાણીની આવક
68.05 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 400 ક્યુસેક પાણીની આવક
97.90 ટકા ભરાયેલ હરણાવમાં 110 ક્યુસેક પાણીની આવક અને 110 કયુસેક પાણીની જાવક
નર્મદા ડેમમાં પાણીની આવક 3,80,000 ક્યુસેક
નર્મદા ડેમમાં પાણીની આવક 3,80,000 ક્યુસેક થઈ છે, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળ સપાટી 134.5 મીટર મધ્યપ્રદેશ અને ડેમના કેચમેન્ટમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીની આવક ફરી ડેમ પર વધવા લાગી છે.
ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક
તાપી જિલ્લા પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉકાઈ ડેમના કેચમેંટ એરિયા પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસ માંથી 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી પાણીની જાવક 1,63,056 ક્યુસેક થઈ છે.
અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક
અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં 26000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની મુખ્ય સપાટી 136 .25 મીટર પહોંચી છે.ડેમના બે દરવાજા 6 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં પાણી છોડાતા આસપાસના 35 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.








