VIDEO: સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે (11મી મે) બીજો અને અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે. જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં PM મોદીએ હાજરી આપી હતી.
હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું: 'આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.'
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા મંદિરના આકાશમાં અદ્ભૂત હવાઇ કરતબોનું નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત મંદિર પરિસરમાં મંદિરના પૌરાણિક યુગથી જિર્ણોધ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તથા મંદિરના જિર્ણોધ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ 75 રૂપિયાનો ખાસ સિક્કો જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના અમૃત પર્વ નિમિત્તે 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે. આ વિશેષ સિક્કાની વિશેષતાઓ પર નજર કરીએ તો, રૂ.75 નો આ સિક્કો ગોળાકાર હશે અને તેનો વ્યાસ 44 મિલીમીટર રાખવામાં આવ્યો છે. આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવશે અને તેનું વજન 40 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યું છે. સિક્કાની ડિઝાઇનમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે; તેની આગળની બાજુએ મધ્યમાં અશોક સ્તંભની આકૃતિ અને નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. સિક્કાની પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ છે.
બ્રહ્માંડમાં 'જય સોમનાથ'નો નાદ: PM મોદી
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ'માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી.
સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં ‘શિવપંચક્ષરી’ ના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે - એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે,જય સોમનાથ!'
PM મોદીએ સોમનાથમાં યોજ્યો રોડ શો
વડાપ્રધાનનું સોમનાથમાં આગમનનું આગમન થયા બાદ હેલિપેડથી સોમનાથ મંદિર (હમીરજી સર્કલ) સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો. આ રોડ શોમાં મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદી રોડ શો પૂર્ણ કર્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા, ,ત્યારબાદ તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.
પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા
કુંભાભિષેક વિધિમાં થયા સહભાગી
વડાપ્રધાન મોદી કુંભાભિષેક વિધિ બાદ સોમનાથમાં વિશેષ પૂજામાં સહભાગી થયા હતા. હવે તેઓ બપોરે જાહેર સભાને સંબોધશે. કુંભાભિષેક દરમિયાન મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યા બાદ ધ્વાજારોહણ કરવામાં આવ્યું હતું.
પૂજા બાદ પીએમ મોદીએ રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો
મંદિરના ગર્ભ ગૃહમાં મહાદેવની વિશેષ પૂજા-વૈદિક મંત્રોચારમાં મંત્રોચારમાં સહભાગી થયા.સોમનાથ મંદિરમાં ભગવાન શિવની અભિષેક પૂજા પૂર્ણ થઈ છે. પીએમ મોદીએ ભગવાનની આરતી કરી હતી. પૂજા બાદ પીએમ મોદીએ રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો.
મંદિરમાં મહામૃત્યુજ્ય મંત્ર સાથે વિશેષ મહાપૂજા, ધ્વજાપૂજા વિધિ સહિત અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત હજારો શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવનો જયઘોષ કર્યો હતો તથા મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
સોમનાથમાં ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ પહોંચી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે. સોમનાથ હેલિપેડ ખાતે 09:50 વાગ્યે વડાપ્રધાનનું આગમન થશે. હેલિપેડથી સોમનાથ મંદિર (હમીરજી સર્કલ) સુધી ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં વાયુસેનાના સૂર્યકિરણ એર-શોનું પણ વિશેષ આકર્ષણ રહેશે.
સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપશે
11:45 વાગ્યે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપશે. ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરશે. બપોરનું ભોજન અને વિરામ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રહેશે અને 03:25 વાગ્યે સોમનાથ હેલિપેડ મારફતે વડાપ્રધાન વડોદરા જવા માટે પ્રસ્થાન કરશે.
સવારે 10:15 વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ મોદીના હસ્તે બીડું હોમાશે. ત્યારેબાદ મંદિર પરિસરમાં 11 પવિત્ર તીર્થોના જળથી પવિત્ર કુંભાભિષેક વિધિ અને ધ્વજારોહણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. 11:45 વાગ્યે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપશે. ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરશે. બપોરનું ભોજન અને વિરામ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રહેશે અને 03:25 વાગ્યે સોમનાથ હેલિપેડ મારફતે વડાપ્રધાન વડોદરા જવા માટે પ્રસ્થાન કરશે.
વડોદરામાં 'બંગાળ થીમ' પર સ્વાગત
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી શાનદાર જીત બાદ વડાપ્રધાન પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ઉત્સાહનો માહોલ છે. અહીં તેમના સ્વાગત માટે વિશેષ 'બંગાળ થીમ' તૈયાર કરવામાં આવી છે. વડોદરામાં પીએમ મોદી 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે અને એક વિશાળ જનસભાને સંબોધન કરીને પોતાના પ્રવાસનું સમાપન કરશે.







