મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાઈબર ક્રાઈમના ફરાર PI બી.એમ. પટેલને ACBએ દબોચ્યા, આરોપી પાસેથી માંગી હતી લાંચ

અમદાવાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બુકી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં સટ્ટા બેટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ

અમદાવાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બુકી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં સટ્ટા બેટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ પોલીસ ઈન્સપેક્ટર બી એમ પટેલને સોંપવામાં આવી હતી. જે કેસમાં આરોપીઓએ તેમના વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવા માટે રજૂઆત કરી હતી. જેના બદલામાં PI બીમ એમ પટેલે 20 લાખની માંગણી કરી હતી.

PIએ માંગ્યા હતા 20 લાખ અંતે 10 લાખમાં નક્કી થયું

જો કે અંતે 10 લાખની રકમ નક્કી થતા તેમણે લાંચની રકમ લેવા માટે તેમના સ્ટાફના ASI ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલને સિંધુ ભવન મોકલ્યા હતા.ACBએ બંને ઝડપી લીધા હતા.

ટ્રેપની માહિતી PI પટેલને મળતા તેઓ થયા હતા ફરાર

બીજી તરફ ટ્રેપની માહિતી PI પટેલને મળતા તેઓ ઓફિસથી ફરાર થઈ ગયા હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી નાસતા ફરતા હતા. ACBના અધિકારીઓને બાતમી મળી હતી કે PI પટેલ ગાંધીનગર રાંધેજા હાઈવે પર આવેસા બંસરી ગ્રીન સીટી બંગ્લોઝ ખાતેના તેમના રહેઠાણ પર આવ્યા છે. આ બાતમીના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

PI બી.એમ.પટેલે 4 મહિનામાં 42 લાખનો તોડ કર્યો

સાયબર ક્રાઇમના ફરાર PI  બી.એમ.પટેલ તોડબાજ હોવાનું સામે આવ્યું છે. ફરાર PI  બી.એમ.પટેલે છેલ્લા ચાર મહિનામાં 42 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ફરાર PI સામેની તપાસમાં હજી પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. 

ACBએ અગાઉ  હેડ કોન્સ્ટેબલ અને ASI કરી લીધી છે ધરપકડ

અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ ગત 3 જૂને સીંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બે પોલીસ કમર્ચારીઓ અનાર્મ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતીને રૂ.10 લાખની લાંચ ઝડપી પાડ્યા હતા.

ACBને આશંકા છે તેમણે પુરાવાનો કર્યો હશે નાશ

પીઆઈ પટેલે છેલ્લાં સાત દિવસ દરમ્યાન પુરાવાનો નાશ કર્યો હોવાની આશંકા ACB દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે તેઓ ક્યાં ક્યાં નાસતા ફરતા હતા? તેમને કોઈએ મદદ કરી હતી કે નહી? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ACB તમામ સ્તરે કરશે તપાસ

ACB તેમના બેંક એકાઉન્ટ, લોકર, રહેઠાણ સહિત અન્ય સ્થળોએ પણ તપાસ કરશે. ACBના સુત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે કામ કરતા અન્ય બે આરોપીએની પૂછપરછમાં સામે આવ્યું છે કે PIએ 40 લાખથી વધુનો તોડ કર્યો છે. જે અંગે પણ પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો