VIDEO: સાપુતારામાં 3 દિવસના સતત વરસાદ બાદ ધુમ્મ્સ છાયું વાતવરણ
ડાંગના સાપુતારામાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતે, ત્યાં જ આજે વહેલી સવેરથી ઝરમર વરસાદ
ડાંગના સાપુતારામાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતે, ત્યાં જ આજે વહેલી સવેરથી ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મસ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક તરફ લોકો વાતાવરણની સુંદરતાની મોજ્જ માણતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસને કારણે મુશ્કેલીઓ પણ વધી રહી છે.
ધુમ્મસને કારણે ઘટી વિઝિબિલિટી
ધુમ્મ્સ ભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડીર રહ્યો છે. સાપુતારાના સ્વાગત સર્કલથી લઈને ટેબલ પોઇન્ટ સુધી ઝીરો વિઝીબિલિટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અકસ્માતનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે.
પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
સર્પગંગા તળાવ પર ધુમ્મ્સને કારણે ઝીરો વિઝીબિલિટી રહેતા વાતાવણની સુંદરતાની મોજ્જ માણવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.










