મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાની ફેશન ડિઝાઇનરે સુવર્ણ મંદિરમાં યોગ કરતાં વિવાદ, જીવથી મારી નાખવાની ધમકી

વડોદરાની ફેશન ડિઝાઇનરે અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરતાં વિવાદ ઉભો થયો છે. વડો

વડોદરાની ફેશન ડિઝાઇનરે અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરતાં વિવાદ ઉભો થયો છે. વડોદરાની ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણા સામે અમૃતસરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. SGPCએ બેદરકારી બદલ ત્રણ સેવકોને પણ સસ્પેન્ડ કર્યા છે.જોકે, વિવાદ ઉભો થયા બાદ ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાએ શીખ સમુદાયની માફી પણ માંગી લીધી હતી.

ફેશન ડિઝાઇનરને જીવથી મારી નાખવાની ધમકી

સુવર્ણ મંદિરમાં યોગ કર્યા બાદ વડોદરાની ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાને જીવથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. અર્ચનાને અજાણ્યા શખ્સે ફોન કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન પર ધમકી આપતા શખ્સે કહ્યું કે, મોદી ભક્ત હોવાનાં નાતે કૃત્ય કર્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે અર્ચના મકવાણા વિશ્વભરમાં યોગનાં પ્રચાર પ્રસાર માટે કાર્યરત છે.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો હતો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવતી અર્ચના મકવાણા દરબાર સાહિબ અમૃતસરમાં યોગ કરતી જોવા મળતી હતી. વીડિયોમાં તે શીર્ષાસન કરતી જોવા મળી રહી છે. શ્રી દરબાર સાહિબની પરિક્રમામાં યોગ કરવાની ઘટના જ્યારે શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી સુધી પહોંચી તો વિવાદ ઉભો થયો હતો. શિરોમણી કમિટીનું કહેવું છે કે લોકો અહીં પુરી શ્રદ્ધા ભાવથી નતમસ્તક થાય છે પરંતુ એક યુવતીએ આ પવિત્ર સ્થળ પર એક કલાક સુધી યોગ કર્યા છે જેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. કમિટીએ કહ્યું કે તપાસમાં ખબર પડી કે યુવતીએ શ્રી દરબાર સાહિબમાં માથુ નથી ટેકવ્યું તે માત્ર ફેમસ થવા માટે શ્રી દરબાર સાહિબમાં યોગ આસન કરતી હતી. શિરોમણી કમિટીએ યુવતી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો