મુખ્ય સામગ્રી પર જાઓ

Video: પાલનપુરમાં બાયપાસને મંજૂરી અપાતાં ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વધુ ઉગ્ર બન્યા, પોતાના જ પૂતળાને ચપ્પલનો હાર પહેરાવ્યો

બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલની ગંભીર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સર

બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલની ગંભીર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે શહેરની આસપાસ 24 કિ.મીથી વધુ લાંબા બાયપાસને મંજૂરી આપી છે અને ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બાયપાસનું ખાતમુહર્ત પણ કર્યું પરંતુ આ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખોડલા ગામના ખેડૂતો આજે એકત્ર થયા, ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂરતું વળતર આપ્યા વગર સરકાર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરતી જઈ રહી છે. 

સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે: ખેડૂતો

બનાસકાંઠાના પાલનપુર બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહર્ત બાદ પણ ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખોડલા ગામના ખેડૂતોએ જ ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર વિકાસના નામે ખેડૂતોની જમીન પડાવીને વિનાશ કરી રહી છે. રૂપિયા 562 કરોડના ખર્ચે 24 કિમીના લાંબા બાયપાસને મંજૂરી આપી અને હવે તેની કામગીરી શરૂ થવાની છે. પરંતુ શરૂઆતથી જ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતો અસંતોષમાં છે. પૂરતું વળતર મળતું નથી એવી નારાજગી સાથે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો