મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉપલેટા ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસના આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન રદ્દ

Dhoraji court cancels anticipatory bail of accused Swami Dharma Swarupadas in rape case | રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો દ્વારા સંચાલિત હતી. બંને સંતો અને અહીંયાના મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ ગત 14 જૂનના રોજ નોંધાઈ હતી. 

પોલીસ ફરિયાદ બાદ મુખ્ય સંચાલકને પોલીસે દબોચી લીધો, જ્યારે અન્ય બે સ્વામી પોલીસ પકડથી દૂર હતા. મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ હતી.

ધોરાજી સેસન્સ કોર્ટે ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન રદ્દ કર્યા 

નારાયણ સ્વરૂપદાસના આગોતરા જામીન ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા.  સાથે તે જ સમયે મૂકવામાં આવેલ મુખ્ય સંચાલક મયુર કાંસોદરીયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

આ બાબતમાં હાલ મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીનની અરજી ધોરાજી સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી. જેમાં ધોરાજી સેસન્સ કોર્ટે ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન રદ્દ કરતો હુકમ ફરમાવ્યો છે.

આ આખી ફરિયાદ ખોટી છે - સ્વામીના વકીલ 

અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિધ્ધરામ સત્લંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ ગુજરાત સરકાર અને અંસાર મોહમ્મદ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદાઓ મૂકીને દલીલ કરી હતી.

આરોપી સ્વામીના વકીલે દલીલ કરી હતી એ આ આખી ફરિયાદ ખોટી છે અને ગુરુકુળનો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ધર્મની મર્યાદાથી આ ગુરુકુળમાં મહિલા કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે. દલીલને ખાતર માની લેવામાં આવે તો પણ આ સહમતીથી બંધાયેલ શરીર સંભોગનો કિસ્સો છે, જે કોઈપણ રીતે પ્રથમ દર્શનીય કેસ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે.

તેની સામે સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, સમગ્ર ફરિયાદને વંચાણે લેતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં પાંચ વખત શરીર સંભોગ બાંધેલા છે

સરકારી વકીલે આ દલીલો કરી 

સરકારી વકીલ કાર્તિકેય પારખે જણાવ્યું કે, અરજદારનું કૃત્ય તેનું વ્યક્તિગત છે. તેના કૃત્યથી ધર્મ સાથે જોડાયેલા સંપ્રદાયના તમામ લોકોને અસર થાય છે.

આ બાબતમાં બંને પક્ષોની દલીલોને સાંભળી અને ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપીના આગોતરા જામીન રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો