મુખ્ય સામગ્રી પર જાઓ

વડગામમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જિગ્નેશ મેવાણીને જવાબ, "હું તમારો ગુસ્સો સમજી શકું છું.."

રાજ્યમાં હાલ પોલીસના પટ્ટા ઉતારી દેવાનો વિવા

રાજ્યમાં હાલ પોલીસના પટ્ટા ઉતારી દેવાનો વિવાદ ઘણો ચર્ચામાં છે. ત્યારે આ વિવાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના વડગામ પહોંચ્યા હતા. આ એ જ વડગામ છે જે જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે. અહીં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સરકારી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું હતુ.

વડગામમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ. આ નિવેદનમાં તેમણે મેવાણીના જ મત વિસ્તારથી મેવાણીને નામ લીધા વિના સણસણતો જવાબ આપ્યો હતો.

"આ સરકાર તમારી છે અને તમારા બાળકો માટે છે"

તેમણે કહ્યું હતુ કે, હું તમારો ગુસ્સો સમજી શકું છું, તમારી તકલીફ પણ સમજી શકું છું. કોઈની માંગણીથી આ પુસ્તકાલય નથી બનાવ્યું. આ સરકાર તમારી છે અને તમારા બાળકો માટે છે. તમારા દીકરા તરીકે સેવા કરવા માંગુ છું. જણાવ્યું કે, આ પુસ્તકાલયમાંથી IPS અને DYSP કક્ષાના અધિકારીઓ બનશે. વડગામના બાળકો માટે આ આધુનિક પુસ્તકાલય બનાવ્યું છે.

વડગામમાં હર્ષ સંઘવીનું કરાયું ભવ્ય સ્વાગત

બનાસકાંઠાના વડગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા અને પુષ્પ વર્ષા કરી સંઘવીને આવકારવામાં આવ્યા હતા. વડગામ બસસ્ટેન્ડથી સરકારી લાઈબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ ઉભા રહી નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતુ. વડગામમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ પાલનપુર અને ડીસામાં પણ સંઘવી લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો