Video: બનાસકાંઠાના પૂરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલની સહાય કરવા માંગ
બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થરાદ, વાવ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોના ગામડાઓમ
બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થરાદ, વાવ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોના ગામડાઓમાં ખેતી પાક અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જવાના કારણે નિચાણવાળા ગામડાઓમાં પાંચથી દસ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. ગામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડી ચાલ્યા ગયા હતા.
તાત્કાલિક કેશડોલ આપવા માંગ
રાજ્ય સરકાર અસરગ્રસ્તોને જે કેશડોલની સુવિધા આપવાની છે, તેના ફોર્મ ભરવાનું શરૂ થતા જ મોટી સમસ્યા સર્જાઇ છે. વધુ વરસાદના કારણે કેટલાક ગરીબ પરિવારોના ઘરોમાં પાણી ઘુસી જતા તેઓએ સ્થળાંતર કર્યું છે, જેથી તેઓની પાસે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેઓ કેશડોલના ફોર્મ ભરી શકતા નથી. સરહદી વિસ્તારના પૂરપીડિતોની માંગ છે કે સરકાર તરફથી જે કેશડોલ આપવામાં આવી રહી છે પણ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને લીધે અમે પીડા ભોગવી રહ્યા છીએ, જેથી સરકાર અમારી વ્યથા સાંભળી તાત્કાલિક કેશડોલ આપે તેવી અમારી માંગ છે.
પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા પહોચ્યા હતા અને બે દિવસ જાત નિરીક્ષણ કરી અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે ચર્ચા કરી તમામ પ્રકારે સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.










