VIDEO: વડોદરામાં પૂર બાદ ભાજપના કોર્પોરેટરે જ સત્તાધીશોનો ઉઘડો લીધો, મીડિયા સમક્ષ થયા ભાવુક
વડોદરમાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી. જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક ક
વડોદરમાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી. જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે મહાનગરપાલિકાની મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા. કોર્પોરેટર મીડિયા સમક્ષ વાત કરતા કરતા ભાવુક પણ થયા હતા.
પૂર બાદ ગુરૂવારે વડોદરા મહાનગરપાલિકાની સમાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા. કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા. કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો.
વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો - કોર્પોરેટર મનીષ પગાર
કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે, 'વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જ જોઈએ. મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી. વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો. અમે કહીંએ તો અમારી કોઇ કિંમત જ નથી.'
અહીં મકાનો કેમ લીધા? - કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી
સામાન્ય રીતે કોઇ પણ શહેરમાં જે તે મહાનગર પાલિકાનાં કાઉન્સિલરનું કામ લોકોની સમસ્યા હળવી કરવાનું હોય છે. ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ નં-12ના કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ લોકોને સાંભળવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પૂર પીડિતોએ સમસ્યા જણાવતા વડોદરા મહાનગર પાલિકાનાં કાઉન્સિલરે ઉડાઉ જવાબ આપ્યા હતા. કાઉન્સિલરે સ્થાનિકોને કહ્યું કે, અહીં મકાનો કેમ લીધા? તો સ્થાનિકોએ કાઉન્સિલરને વળતો જવાબ આપતા કહ્યું કે પાલિકાએ મંજૂરી કેમ આપી? આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કર્યો
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેમનો બચાવ કર્યો હતો. સ્થાયી સમિતિના ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, વડોદરામાં વરસાદ અને પૂરની સ્થિતિમાં પ્રજા અને નગરસેવકોએ બહુ દુઃખ વેઠયું છે. ત્યારે તેમનો આક્રોશ તેમની જગ્યાએ સાચો છે. લોકોને નુકસાન થયું દુઃખ પડ્યું એ બદલ દુઃખની લાગણી છે. નગર સેવક ટ્વિંકલ ત્રિવેદીએ લોકોને કહ્યું કે, કોને પૂછી અહીં મકાન લીધા તેમનામાં સહનશક્તિ નહીં હોય અને તેઓ ઉજાગરાથી કંટાળેલા હશે એટલે બોલાયુ હશે. જોકે હવે સર્વે કરીને દબાણો તોડવામાં આવશે.








