મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામને સરકારી રોકર્ડ પર સીટી દર્શાવાતા થયો વિવાદ

સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામને સરકારી રેકર્ડ પર સીટી દર્શાવ

સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામને સરકારી રેકર્ડ પર સીટી દર્શાવવામાં આવ્યું છે. જેને કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર જાણે આંખનું કાજળ ગાલ પર ઘસતી હોય તેવી કામગીરી કરે છે. 

સુવિધાઓ ગ્રામપંચાયતની અને ટેક્સ સિટીનો

ખારાઘોડા ગામમાં સુવિધાઓ ગ્રામપંચાયતની આપવામાં આવે છે પરંતુ જ્યારે ટેક્સ વસુલવાની વાત આવે ત્યારે સિટીની બરાબર ટેક્સ લેવામાં આવે છે. તંત્રએ આ ગામને સિટી તરીકે બતાવતા ગામના લકોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે જેને કારણે ગ્રામજનો સરકાર પર ગુસ્સે થયા છે. આ ગામમાં ગ્રામ પંચાયત હોવા છતાં પણ સીટી તરીકેનો ચોપડા ઉપર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોને પીજીવીસીએલનું બિલ તેમજ અન્ય સેવાઓ મોંઘી પડી રહી છે. આ ગામને સિટી ગણાવાતા લોકોને ગ્રામ પંચાયતના સ્થાને સિટીનો ચાર્જ ચૂકવવા મજબૂર બન્યા છે. 

સિટી હટાવવા માટે ગ્રામજનોની માંગ

2011ની વસ્તી ગણતરીમાં ખારાઘોડા ગામમાં માત્ર 11,000ની વસ્તી નોધાઈ હતી. નવોદયની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સાથે સિટી દેખાડવામાં આવતા લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. જેને કારણે અહીંના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. હવે ગામના લોકોએ જો તેમની સિટી હટાવવાની માંગ નહી સંતોષવામાં આવે તો આંદોલન કરવાની આપી છે ચિમકી.

આ સમાચાર શેર કરો