મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સાંસદ દેવુસિંહ ચૌહાણના બ્રહ્મ સમાજ પર નિવેદન બાદ વિવાદ

ખેડાના સાંસદ અને ભાજપના નેતા દેવુસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજને લઇને એક ટિપ્પણી કરી હતી જે બાદ વિ

ખેડાના સાંસદ અને ભાજપના નેતા દેવુસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજને લઇને એક ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ ઉભો થયો છે. દેવુસિંહ ચૌહાણના નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દેવુસિંહ ચૌહાણના બ્રહ્મ સમાજ પર નિવેદન બાદ વિવાદ

દેવુસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, "હું મારા જીવનમાં પહેલીવાર અહીં આવ્યો છું. મેં અનુભૂતી કરી છે, મને શબ્દો નથી મળતા, ગીતાની વાત હોય કે વેદોની વાતો હોય, જ્ઞાન-ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાકને ક્યાક બીજી દિશામાં લઇ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય તેનું દ્રશ્ય ધામમાં આપણે જોઇ શક્યા છીએ. આ શ્રદ્ધાની શક્તિને કારણે થયું છે કોઇ અંધશ્રદ્ધાની શક્તિ નથી."

જોકે, વિવાદ ઉભો થયા બાદ દેવુસિંહ ચૌહાણે માફી પણ માગી લીધી હતી. દેવુસિંહ ચૌહાણે કહ્યું કે તેમના નિવેદનનો ઉદ્દેશ્ય કોઇની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહતો. 

આ સમાચાર શેર કરો