VIDEO: તરણેતરનો મેળામાં ભાતીગળ સંસ્કૃતિ ભૂલાઈ, ડાન્સરોના અશ્લીલ ડાન્સ પર યુવાનોએ નોટોનો વરસાદ કર્યો
આભલા બટન, ભરતકામ સાથેની આકર્ષક છત્રી, પરંપરાગત પોષાક, રમકડાં,મોતનો કુવો, ચકડોળ, ક
આભલા બટન, ભરતકામ સાથેની આકર્ષક છત્રી, પરંપરાગત પોષાક, રમકડાં,મોતનો કુવો, ચકડોળ, કટલરીની દુકાનો સાથે મેળાનો આનંદ લૂંટવાની મજા જ કઇંક ઓર છે. સાથે સાથે હુડોરાસ, લોકવાર્તા, ભજન, છંદ, દુહા ઉપરાંત મટકીરાસ, લોકનૃત્ય એ તરણેતર મેળાની ઓળખ છે. પણ આ વખતે મેળામાં ભાતીગળ સાંસ્કૃતિ ભૂલાઇ હોય તેવું જણાયું હતું.
અશ્લિલ ડાન્સ પર યુવાનોએ નોટોનો વરસાદ કર્યો
ભોજપુરી ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સાંસ્કૃતિની લાજ લૂંટી હતી. હિન્દી ફિલ્મી ગીતોના પર થયેલા ડાન્સ સાથે તરણેતર મેળાને લજવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બઘુય લોલંલોલ : ભાતીગળ સાંસ્કૃતિને છાંટા ઉડે તેવા કૃત્ય પ્રત્યે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન કેમ નજરઅંદાજ કરે છે
સૌરાષ્ટ્રમાં મેળાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. મેળો એટલે પરિવાર સાથે આનંદ માણવાનું સ્થળ. ઐતિહાસિક- ધાર્મિક પરંપરા સાથે મેળાનુ અનેરુ મહત્વ રહ્યું છે. ત્યારે હવે બદલાતાં સમયમાં મેળાનું સ્વરૂપ બદલાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તરણેતરના મેળાની ખાસિયત રહી છેકે, અહીં ટિટોડો, હુડોરાસ, ત્રણ તાળીરસ, દાંડિયારા, મટકીરાસ અને મટકી હિંચ આકર્ષણો હોય છે. સાથે સાથે ભવાઇ, દુહા, છંદ,લોકગીત, લોકવાર્તા અને લોકનૃત્ય પણ આ
માત્ર લોકનૃત્ય, દુહા-છંદ જ નહીં, પણ ગ્રામિણ ઓલિમ્પિક પણ ગામડાવાસીઓને આકર્ષે છે
સવાલ છે કે, મેળામાં આવું કૃત્ય કરવામાં આવે છે તેમ છતાંય સ્થાનિક તંત્રથી માંડીને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કેમ નજરઅંદાજ કર્યુ હશે? મેળામાં સ્ટોલથી માંડીને મોતના કૂવાની મંજૂરી આપવામાં આવે ત્યારે તંત્ર દ્વારા કેમ સૂચના આપવામાં આવતી નથી. સરકાર કે ટુરિઝમ વિભાગ પણ જયારે આવી ઘટના પ્રકાશમાં આવે ત્યારે હાથ અઘ્ધર કરી દે છે અને અજાણતા દર્શાવે છે. હાલ તરણેતર મેળાને લજવતો વિડીયો વાયરલ થયો છે ત્યારે મેળાના આયોજકો ઉપરાત સરકાર-ગુજરાત ટુરિઝમ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે








