VIDEO: ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર્ડ ગરબાનું કરાયું આયોજન
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર્ડ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર્ડ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ અને દિકરીઓ કોઈ પણ ડર વિના મોજમાં ગરબા રમી શકે છે. આ ગરબામાં મહિલાઓ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરે છે.
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી
દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં વિસરાતી જતી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ રૂપે PSI વૈશાલી આહીર તથા શહેરની NGOની મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી. મહોત્સવમાં 100 જેટલી મહિલાઓએ પરંપરાગત પરિધાન સાથે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો.
જિલ્લાના દરેક લોકો માટે વિના મૂલ્યે ગરબા
ભરૂચ જિલ્લા પોલીસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિના મૂલ્યે ગરબા માણવાની તક આપવા સાથે સુરક્ષાનું પણ સુચારુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન થયું છે. જેમાં ખેલૈયાઓ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી રહ્યા છે.












