Ahmedabad News: કાંકરિયા કાર્નિવલને હવે ગણતરીના દિવસો બાકી, CM કરાવશે તેનો પ્રારંભ
અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. આગામી 25 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં કાંકરિય
અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. આગામી 25 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલની તૈયારીઓ ચાલી રહી છે. હંમેશાની જેમ આ વખતે પણ બાળકોથી લઈ મોટા લોકો માટે કાર્નિવલમાં વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે.
આ મામલે કાંકરિયા કાર્નિવલની હેટ્રિક થશે!
નોંધનીય છે કે, અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ છેલ્લા 2 વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ વખતે કાંકરિયા કાર્નિવલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની હેટ્રિક પૂરી કરવાની તૈયારીમાં છે.
25થી 31 ડિસેમ્બર સુધી ચાલશે આ કાર્નિવલ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાઇ હતી. જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાર્નિવલનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે.
આ કલાકારો મનોરંજન કરાવશે
ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતા રબારી, ઈશાની દવે જેવા કલાકારો આ કાર્નિવલમાં લોકોને મનોરંજન કરાવશે. આ ઉપરાંત લેસર શો, સાઉન્ડ શો અને બીજા બે અને ત્રણ નંબરના સ્ટેજ ઉપર અલગ અલગ કાર્યક્રમો થશે.
વિવિધ સ્પર્ધાઓનું આયોજન
સવારે મેડિટેશન અને યોગા તો ઝુમ્બા બપોરના સમયે થશે. તેમજ ફૂડ કોમ્પિટિશન, નેલ આર્ટ્સ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને નાના બાળકો માટેની લેખન સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે.






