Ahmedabad News: 15 વર્ષ જૂના બ્રિજ પર લાગશે બેરિયર, આખરે તંત્ર જાગ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્ય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15 વર્ષ જૂના બ્રિજ પર બેરિયર લગાવવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજિત બે કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મળતી માહિતી અનુસાર આ કામગીરી છ મહિનામાં પૂર્ણ થશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના બ્રિજોની ખરાબ સ્થિતિ જોયા બાદ એએમસી તંત્ર જાગ્યું છે. શહેરના વિવિધ બ્રિજો ઉપર હાઈટ બેરિયર લગાવવામાં આવશે. દરમિયાન નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ ઉપર બેરિયર લગાવવામાં આવશે.
જણાવી દઈએ કે, બેરિયર લગાવવાથી બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર નહીં થઈ શકે. ભારે લોડિંગ વાહનોને કારણે બ્રિજને નુકસાન થતું હોવાનું અનુમાન છે.




