મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાત પાસ ખેડૂતની કમાલ, ભંગારમાંથી બનાવ્યું ટ્રેક્ટર

છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે એક સાત પાસ ખેડૂત પુત્રએ વેસ્ટ માંથી બેસ્ટ ટ્રેકટર બનાવ્યું

છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે એક સાત પાસ ખેડૂત પુત્રએ વેસ્ટ માંથી બેસ્ટ ટ્રેકટર બનાવ્યું છે. જેને જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકતિ થઈ ગયા છે. બીજી તરફ લોકો તેને હવે એન્જિનિયર તરીકે ઓળખી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુડા ગામનો ધોરણ સાત ભણેલ યુવક એક ગરીબ પરિવાર કાચા ઝૂપડામાં રહે છે. પણ પરિવારના લોકોમાં સ્મિત છે.  એક વિઘાથી પણ ઓછી જમીન ધરાવતા ઘરના સાત સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. માતા-પિતા બીજાના ખેતરમા મજૂરી કરતા હતા. તો એક ભાઈ અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતો હતો. પણ હવે તેમની આર્થિક સ્થતિમાં થોડો ઘણો સુધારો આવ્યો છે. 

નંદુને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ચિંતા હતી. કે તે પોતાના પરિવારના ગુજરાન માટે શું કરી શકે ? તેના પાસે એવી મુડી પણ ન હતી કે તે કોઈ ધંધો કરી શકે. જે થોડી ગણી ખેતી હતી. તેમાંથી ખાસ આવક થતી ન હતી.  તે બળદ કે ટ્રેકટર લાવી શકે તેવી સ્થતિ પણ ન હતી. પરંતુ તેની પાસે કુદરતે આપેલ તેજ દિમાગ હતું.  

છ મહિનાની મહેનત બાદ  ટ્રેકટર તૈયાર કર્યું

એક સમયે તેની નજર તેની નજર ભંગાર થયેલ બાઇક પર પડી અને વિચાર્યું કે આ બાઇકને એસંબલ કરી ટ્રેકટર બનાવે. બસ આ વિચારથી તેણે કામગારી શરૂ કરી.  જરૂરિયાત પ્રમાણે તે ભંગારમાંથી જરૂરિયાત વાળી વસ્તુઓ લાવવા લાગ્યો.  બાઇકમાંથી ટ્રેકટર બનાવવું સરળ ન હતું, પણ તેને એક ધ્યેય અને ધગશથી તે કામગીરીમાં લાગી ગયો. બાઇકમાં રિવર્સ ગિયર હોતો નથી, પણ તેને અલગ ગેર બોક્સ લગાવી રિવર્સ જતું કર્યું. રેડિયેટરની જગ્યાએ અલગથી ફેન લગાવ્યો. અને ખેતીકામના ખેડાણ માટે તેને કલટી પણ લગાવી. છ મહિનાની મહેનત બાદ આજે ટ્રેકટર તૈયાર થઈ ગયું છે. અને તે હવે પોતાના ખેતરમાં તે ઉપયોગમાં લઇ શકે છે. 

આસપાસના ખેડૂતો ખેતી કામ માટે બોલાવે છે

ખાસ વાત એ છે કે જ્યાં મોટું ટ્રેકટર ખેતરમાં લઈ જવું મુશ્કેલ બને ત્યાં આ ટ્રેકટર જઈ શકે છે. આસપાસના ખેડૂતો તેને ખેડાણ અને ખેતી કામ માટે બોલાવી રહ્યા છે. જેથી તેને સારી એવી આવક મળી રહી છે.

નંદુની કામગીરી લોકો પણ બિરદાવી રહ્યા છે

જ્યારે પણ ટ્રેકટર લઇ નીકળ છે ત્યારે આ નંદુની કામગીરી લોકો પણ બિરદાવી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે જો ખેતી માટે બે બળદ લાવવા હોઇ તો 70 હજારથી વધુનો ખર્ચ અને ને બળદોના ઘાસચરાનો વાર્ષિક ખર્ચ 50 હજાર થાય છે. પણ નંદુએ લગભગ 30 - 35 હજારમાં તૈયાર કરેલ ટ્રેકટરથી અન્ય ખર્ચથી છુટકારો પણ મળ્યો છે. 

આ સમાચાર શેર કરો