મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પાટણમાં 84 પાટીદાર મહિલાઓની પાઘડીની લાજ ના નામે યોજાયું સંમેલન, મોટી સંખ્યામાં મહિલાઓ થઈ એકત્રિત

રાજ્યના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.

રાજ્યના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  પાટણ જિલ્લાના ચાણસ્માના મણિયારી ખાતે આજે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે.

પાઘડીની લાજ અભિયાન હેઠળ યોજાયેલા ભવ્ય મહિલા સંમેલનમાં 3 હજારથી વધુ પાટીદાર મહિલાઓ ઉમટી પડી હતી. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક મર્યાદા ઓળંગી અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવાનો છે.

સમાજના અગ્રણીઓએ જાહેરાત કરી છે કે, જે દીકરીઓ ભૂલથી ભાગી ગઈ છે અને હવે પસ્તાવો કરી પરત આવવા ઈચ્છે છે, તેમને સમાજ માફ કરી સન્માન સાથે સ્વીકારશે. દીકરીઓમાંથી સમાજનો ડર દૂર કરવા અને તેમનું માન જાળવવા માટે હવે ઠેર-ઠેર 'મા-દીકરી સંમેલન' યોજવામાં આવશે.

આ સમાચાર શેર કરો