મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સાંતલપુરમાં નદીમા ન્હાવા ગયેલા 8 લોકો ડૂબ્યાં, ત્રણનાં મળ્યા મૃતદેહ

પાટણ જિલ્લામાં ડૂબવાની બે ઘટના સામે આવી છે. સાંતલપુરના નળીયા ગામ નજીક વરસાદી

પાટણ જિલ્લામાં ડૂબવાની બે ઘટના સામે આવી છે. સાંતલપુરના નળીયા ગામ નજીક વરસાદી પાણીના વહેણમાં પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં ચાર લોકોનો બચાવ જયારે એક વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે, જ્યારે બીજી એક ડૂબવાની ઘટનામાં બે શખ્સોના મોત નિપજ્યા હતા. 

ત્રણ પૈકી બે વ્યક્તિના મળ્યા મૃતદેહ

સાંતલપુરમાં નદીના વહેણમાં 3 લોકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

 ખારી નદીમાં 5 લોકો ડૂબ્યાં 

બીજી ઘટનામાં નળીયા ગામ નજીક ખારી નદીમાં ન્હાવા ગયેલા 5થી વધુ લોકો ડૂબ્યા હતા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી યુવકો તણાઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ચાર યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે અન્યનો મૃતદેહ મળ્યો છે. શોધખોળ માટે SDRF ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. 

આ સમાચાર શેર કરો