મુખ્ય સામગ્રી પર જાઓ

ઓ બાપ રે..! હારીજના રીક્ષા ચાલકને 35 કરોડની નોટિસ, તપાસ કરતા ખબર પડી કે ગામના જ...

PATAN NEWS: હારીજ તાલુકાના જુનામાંકા ગામે રહેતા એક રીક્ષા ચલાવી ગુજરાન કરતા યુવાનને ઇન્કમટેક્સ વિભાગે 35.47 કરોડ રૂ

PATAN NEWS: હારીજ તાલુકાના જુનામાંકા ગામે રહેતા એક  રીક્ષા ચલાવી ગુજરાન કરતા યુવાનને ઇન્કમટેક્સ વિભાગે 35.47 કરોડ રૂપિયા ટેક્સ ભરવાની નોટિસ ફટકારી છે. નોટિસ મળતા હવે રીક્ષા ચાલક યુવાન ડઘાઈ ગયો હતો. 

રીક્ષા ચાલકે તપાસ કરતા તેને જાણવા મળ્યું કે, તેના ડોકયુમેન્ટનો ગામના જ એક ઓળખીતા વ્યક્તિએ દુરુપયોગ કર્યો છે. આ શખ્સે ઉમાં ટ્રેડર્સ નામની પેઢી ખોલી કરોડોનો વ્યવહાર કર્યાની વાત સામે આવતા યુવકની આંખો પહોળી થઈ ગઈ હતી.

વિગતવાર જોઈએ તો, જુનામાંકા ગામે રહેતા રોહિત પરમારને તબીબ સરવાર માટે પૈસાની જરૂર હતી. માટે ગામના શંકર દેસાઈ જોડે વાત કરતા તેણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન અપાવવા તેના ડોકયુમેન્ટ લીધા હતા. ડોક્યુમેન્ટ લઈને તેઓ અમદાવાદ એક વ્યક્તિને મળ્યા હતા. દરમિયાન ચેકબુકમાં સહીઓ પણ કરાવી હતી અને ત્યારબાદ રોહિત સાથે કોઈ સંપર્ક કર્યો નહતો. 

ચાર વર્ષ બાદ એકાએક 35.47 કરોડની નોટિસ મળતા રીક્ષા ચાલકની આંખો પહોળી થઈ ગઈ. અને આ પૈસા તે ક્યાંથી ભરશે એની ચિંતા થતા તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો કે તેના ડોકયુયમેન્ટનો દુરુપયોગ બીજા કોઈએ નહીં પણ શંકર દેસાઈએ જ કર્યો છે. યુવકે ત્રણ શખ્સો વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો