Video: હિંમતનગરમાં વિઝા આપવાના બહાને 300 લોકો સાથે ઠગાઇ, 200 પાસપોર્ટ સાથે એક આરોપીની અટક
સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી 300 થી વધા
સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી 300 થી વધારે લોકો સાથે પ્રારંભિક ધોરણે કરોડોની છેતરપિંડી થયાનું ખુલ્યું છે. હિંમતનગરમાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કરેલી રેડમાં 200 થી વધારે પાસપોર્ટ સહિત એરગન રિવોલ્વર તેમજ રોકડ રકમ ઝડપાઈ છે. પોલીસે એસઆઇટીની રચના કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું
સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સિકંદર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી વિદેશમાં પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા મેળવી આપવાના બહાના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. સિકંદર લોઢા સહિત તેનો પુત્ર અને હબીબ અહેમદ લોઢા નામના ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શટર બંધ કરી ફરાર થયેલા આરોપીઓની ઓફિસ ઉપર રેડ કરતા પોલીસ પણ ચોકી ઉઠી છે.
એક આરોપીની કરાઇ અટકાયત
પોલીસને 200 થી વધારે પાસપોર્ટ સહિત એરગન રિવોલ્વર તેમજ રોકડ રકમ મળી આવી છે. જો કે આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કેટલાય લોકો ભોગ બન્યા હોવાનું પ્રારંભિક ધોરણે બહાર આવ્યું છે. જોકે વિશ્વના 18 જેટલા દેશોમાં વર્કિંગ વિઝા આપવાના બહાના હેઠળ શરૂ થયેલા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ છે.






