મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ખેડબ્રહ્મામાં દેરોલ અને કેરોલ ગામ પાસે પાણીમાં ફસાયેલા બે પરિવારના 15 લોકોનું કરાયું રેસ્ક્યું

ગુજરાત રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આ

ગુજરાત રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હરણામ નદીના બંને કાંઠે ભારે વરસાદ અને પૂરને કારણે 15 લોકો ફસાયા હતા.

15 સભ્યો ફસાયા હતા પાણીમાં

દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો, એકમાં 7 અને બીજામાં 8 સભ્યો, નદીના પાણીના પ્રવાહને કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ફાયર અને NDRFની ટીમે તમામનું કર્યું રેસક્યું

હરણામ જળાશયમાંથી 15 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતાં નદી ભયજનક સ્તરે વહી રહી છે. ખેતરમાં રહેતા બે પરિવારો બંને બાજુમાં નદીઓ પાણી વધતાં ફસાયા હતા. સ્થાનિકોએ સમગ્ર મામલે ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

આ સમાચાર શેર કરો