Video: સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી લાખો ક્યુસેક છોડાયું પાણી, તંત્રએ આપ્યું એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતા છે. ઉપરવાસમાંથી 3,27,544 ક્યુસેક પાણીની આવક સાથે ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેથી ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 3,27,544 ક્યુસેક પાણીની આવક સાથે ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.











