મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકામાં ઉલટી ગંગા, ભાજપના 10 મોટા નેતા પક્ષ છોડી જોડાયા કોંગ્રેસમાં

ગુજરાતના દ્વારકા જિલ્લામાંથી રાજકારણના મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે દ્વારકા જિલ્લાન

ગુજરાતના દ્વારકા જિલ્લામાંથી રાજકારણના મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે. ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ભાજપના 10 મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. આ ઘટનાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની નગરપાલિકા સામેની લડતની અસર માનવામાં આવી રહી છે.

વાલાભાઈ પરમાર(પૂર્વ નગરપાલિકા પ્રમુખ), રાણાભાઈ ગામી(પૂર્વ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ), સંજયભાઈ મકવાણા(ભાજપ SC મોરચો શહેર પ્રમુખ) દિનેશભાઇ જાદવ (ભાજપ યુવા મોરચા પ્રમુખ), મોહનભાઇ વાઘેલા, ડાયાભાઈ બારીયા, રામસીભાઈ જાદવ, ઘેલાભાઈ ગામી, મોહનભાઇ જાદવ સહિતના નેતાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે એક સાથે આટલા નેતાઓએ ભાજપ છોડ્યાની ઘટનાએ કમલમ સહિત હાઈકમાન્ડ સુધી ખળભળાટ મચ્યો છે. 

ભાજપના નેતાઓએ આ પેવર બ્લોક પોતાની વાડીઓમાં લઈ જઈને દુરુપયોગ કર્યો

આગેવાનોના પક્ષપલટાનું મુખ્ય કારણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ખાસ કરીને, રોડ તોડીને પેવર બ્લોક નાખવા અને ફરી પેવર બ્લોક તોડીને રોડ બનાવવાની ઘટનાઓએ વિવાદ સર્જ્યો છે. આરોપ છે કે ભાજપના નેતાઓએ આ પેવર બ્લોક પોતાની વાડીઓમાં લઈ જઈને દુરુપયોગ કર્યો છે.

આ સમાચાર શેર કરો