4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે! ફરી યુક્રેને રશિયા પર કર્યો પ્રચંડ હુમલો, 9 લોકોની હાલત ગંભીર
4 વર્ષથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન ય

રશિયન ફેડરેશનના એક ભાગરૂપ તેવાં ઉડમર્ટ પ્રજાસત્તાકના પ્રમુખ એલેકઝાંડર બ્રેયલોએ તે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે હુમલાથી મિસાઈલ પ્લાંટમાં આગ લાગી હતી અને આકાશમાં કાળા ધૂમાડાના ગોટા ઉડતા દેખાતા હતા.
યુક્રેનના જનરલ સ્ટાફે પણ તે હુમલાની પુષ્ટિ કરી
એલેકઝાંડર બ્રેયલોવે જણાવ્યું હતું કે યુક્રેનથી આશરે ૧,૪૦૦ કી.મી. દૂર હુમલા કરવા માટે સ્વદેશી મિસાઈલ ફલેમિંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિસાઈલ પડતાં સાથે પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી.
વાસ્તવમાં આ હુમલાનું નિશાન વૉટકિંસ્ક મશીન બિલ્ડીંગ પ્લાન્ટ હતો જ્યાં બેલાસ્ટિક મિસાઈલ્સ તથા ઇંડર-કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સ (આઈ.સી.બી.એમ) બનાવવામાં આવે છે. આઈસીબીએમ બનાવવા માટેનો આ સૌથી મોટો પ્લાંટ છે. તેની ઉપર મિસાઈલ પડતાં જ આગ લાગી હતી. આ હુમલાથી વૉટકિંક્સમાં ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
આ ઉપરાંત યુક્રેને રશિયાના સમારા ક્ષેત્રમાં એક ગેસ પ્લાન્ટ ઉપર પણ હુમલો કર્યો હતો.
આ હુમલો અમેરિકાની મધ્યસ્થતાથી જીનીવામાં ચાલી રહેલી બંને દેશોની શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી થોડા દિવસોમાં જ થયો છે.








