Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia Ukraine War: Ukraine launches drone attack on Russia's main refinery, plumes of smoke seen in the sky

Russia Ukraine War: યુક્રેને રશિયાની મુખ્ય રિફાઈનરી પર ડ્રોન હુમલો કર્યો, આકાશમાં ધૂમાડાના ગોટા દેખાયા 

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Russia Ukraine War: યુક્રેને રશિયાની મુખ્ય રિફાઈનરી પર ડ્રોન હુમલો કર્યો, આકાશમાં ધૂમાડાના ગોટા દેખાયા 
સોર્સ : GSTV

Russia Ukraine War: રશિયાની મુખ્ય ઓઈલ રિફાઈનરી પર યુક્રેને મોટો ડ્રોન હુમલો કર્યો છે. હુમલા પછી આકાશમાં કાળા ધૂમાડા અને ઉંચી આગની જવાળાઓ ઉઠતી જોવા મળી છે. યુક્રેને જે ડ્રોનથી ટાર્ગેટ બનાવ્યો તે રશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓમાંથી એક મનાય છે. હુમલા પછી રિફાઈનરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. રશિયન અને યુક્રેન અધિકારીઓએ આ હુમલાને પુષ્ટિ આપી હતી. 

App Store

 દર વર્ષે 17.7 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરવાની ક્ષમતા
યુક્રેન દ્વારા નિશાન બનાવવામાં આવેલી રિફાઇનરી રશિયાના ઉત્તરપશ્ચિમ લેનિનગ્રાડ ક્ષેત્રમાં સ્થિત છે. તે કિરીશી રિફાઇનરી તરીકે ઓળખાય છે. યુક્રેને શનિવારે રાત્રે ડ્રોનથી તેને નિશાન બનાવ્યું હતું. આના થોડા અઠવાડિયા પહેલા, યુક્રેને રશિયન તેલ માળખાને પણ નિશાન બનાવ્યું હતું. આ રિફાઇનરી દર વર્ષે લગભગ 17.7 મિલિયન મેટ્રિક ટન અથવા 3,55,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. યુક્રેનના જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર, સ્થળ પર વિસ્ફોટ અને આગના અહેવાલો મળ્યા છે. તેમણે એક ચિત્ર પોસ્ટ કર્યું, જેમાં રાત્રિના આકાશમાં ઉંચી જ્વાળાઓ અને ધૂમાડો દેખાય છે.

 રશિયન ઓઈલ રિફાઇનરીઓ પર હુમલાને કારણે બળતણ સંકટ
છેલ્લા કેટલાક મહિનાઓમાં, યુક્રેને રશિયન તેલ રિફાઇનરીઓને વ્યૂહાત્મક રીતે નિશાન બનાવ્યા છે. આનાથી બળતણ સંકટ વધુ ઘેરું બન્યું છે. જોકે, રશિયન અધિકારીઓએ આ તાજેતરના હુમલાના પરિણામો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. રશિયા હજુ પણ વિશ્વનો બીજો સૌથી મોટો ઓઈલ નિકાસકાર દેશ છે, પરંતુ તાજેતરના અઠવાડિયામાં માંગમાં વધારો અને યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે પેટ્રોલનો પુરવઠો ઓછો રહ્યો છે. આના કારણે દેશના કેટલાક પ્રદેશોમાં બળતણ સ્ટેશનો પર બળતણની અછત સર્જાઈ છે અને ડ્રાઇવરોને લાંબી કતારોમાં રાહ જોવી પડે છે.

અછતને દૂર કરવાના પ્રયાસરૂપે, રશિયાએ ગેસોલિન નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. અધિકારીઓએ બુધવારે 30 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ અને 31 ઓક્ટોબર સુધી વેપારીઓ અને મધ્યસ્થીઓને અસર કરતા આંશિક પ્રતિબંધની જાહેરાત કરી હતી.