Video: ટ્રમ્પના દબાણને ફગાવી યુક્રેનનો રશિયા પર ભીષણ હુમલો

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ અગાઉ યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર ફરીથી ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. રશિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેને નિઝની નોવેગોરોડની ક્સ્ટોવો રિફાઇનરી અને સમારાની રોસ્નેફ્ટ રિફાઇનરીને નિશાન બનાવીને આગ ચાંપી દીધી હતી. આ હુમલાઓથી નારાજ ક્રેમલિને આક્ષેપ કર્યો છે કે હવે અમેરિકાની સૂચનાઓ અને વિનંતીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યું છે. યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયા દ્વારા યુક્રેનના શહેરી ઊર્જા મથકો પર થઈ રહેલા સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપવો જરૂરી હતો. ઓક્ટોબર મહિનામાં રશિયાSએ રેકોર્ડ 54 હજાર 400 સૈનિકો ગુમાવ્યા છે, જે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. વધુમાં, ગયા મહિને યુક્રેને રશિયાના કબજામાંથી 96.2 ચોરસ કિલોમીટર જમીન પાછી મેળવી છે.
જાહેરાત





