મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: હોર્મુઝમાં પહેલીવાર લિમ્પેટે માઈનથી હુમલો, ૨૭ ભારતીયો ધરાવતા ટેન્કરને બનાવ્યું નિશાન

સોર્સ: gstv

હોર્મુઝ સ્ટ્રેટમાં પનામાના ફ્લેગવાળા ઓઇલ ટેન્કર એમટી લુઈસ એક પર લિમ્પેટે માઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ટેન્કર પર ૨૭ ભારતીય નાવિકો સવાર હતા. અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આ વિસ્તારમાં લિમ્પેટે માઈનના ઉપયોગની આ પહેલી સફળ ઘટના માનવામાં આવી રહી છે. મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં કુલ ૨૯ ભારતીય નાવિકો ધરાવતા બે ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ હુમલાઓમાં તમામ ૨૯ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈને પણ કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. આ ઘટનાથી સમુદ્રી માર્ગો પર સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે, જોકે ભારતીય નાવિકોની સુરક્ષિત વાપસી માટે સરકાર સતત નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે.

આ સમાચાર શેર કરો