મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ઉત્તર કોરિયાના હેકર્સે ક્રિપ્ટોની અત્યાર સુધીની સૌથી મોટી ચોરીનો ખેલ પાડ્યો

સોર્સ: gstv

ક્રિપ્ટોકરસીની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનેન્સ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો થયો છે, જેમાં અંદાજે 50 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમની ચોરી થઈ છે. બ્લોકચેન એક્સપર્ટ્સનું માનવું છે કે ઇતિહાસમાં વર્ચ્યુઅલ કરન્સીની આ સૌથી મોટી ચોરી છે. આ મોટા હુમલા પાછળ ઉત્તર કોરિયાના એક કુખ્યાત હેકર ગ્રૂપનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની બ્લોકચેન ઇન્વેસ્ટિગેશન ફર્મ TRM લેબ્સના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ અત્યંત ચાલાકીથી બાઈનેન્સના વૉલેટ્સમાંથી આશરે ૬.૩૬ અબજ ડૉલરની રકમ માત્ર ૨૦ મિનિટની અંદર ૧૦ અલગ-અલગ બ્લોકચેન પર ટ્રાન્સફર કરી લીધી હતી. દુનિયાના આ સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જે આ ઘટનાને એક જટિલ હુમલો ગણાવ્યો છે. કંપનીએ તાત્કાલિક પગલાં લેતા બ્લોકચેન પાર્ટનર્સ સાથે મળીને અંદાજે ૩ અબજ ડૉલરના પ્રભાવિત ફંડ્સને ફ્રીઝ કરી દીધા છે.

આ સમાચાર શેર કરો