Video: ચક્રવાત અને ભારે વરસાદ વચ્ચે વૈજ્ઞાનિકોની ચેતવણી

દુનિયાભરમાં આબોહવા પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે હાલ અલનીનો કેન્દ્રસ્થાને છે. તાપમાનમાં અસામાન્ય વધારાથી લઈને વાવાઝોડાં અને ભારે વરસાદ જેવી પ્રાકૃતિક ઘટનાઓએ હવામાનની પેટર્નમાં ઘણા અણધાર્યા ફેરફારો સર્જ્યા છે. વિશ્વ હવામાન સંસ્થાએ ચેતવણી આપી છે કે અલ નીનોનો સૌથી તીવ્ર તબક્કો હજુ આવવાનો બાકી છે અને તેની અસર ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી રહેવાની શક્યતા છે. પરંતુ જ્યારે અલ નીનો નબળો પડવા લાગે છે, ત્યારે પ્રશાંત મહાસાગરમાં એક મોટો ફેરફાર જોવા મળે છે. અસામાન્ય રીતે ગરમ થયેલું તાપમાન અચાનક ઠંડું થવા લાગે છે અને લાનીનાની સ્થિતિ સર્જાય છે. આ ફેરફાર આપોઆપ નથી થતો, પરંતુ જ્યારે પણ થાય છે ત્યારે વિશ્વના અલગ-અલગ ખંડોમાં હવામાનની આખી પેટર્ન બદલાઈ જાય છે.






