VIDEO/ 'જે દેશમાં આવ્યા છો, પહેલા તેનો વિચાર કરો', H-1B વિઝા ફ્રોડ પર જેડી વેન્સની પત્ની ઉષાને શિખામણ
વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે H-1B વિઝા સિસ્


વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે H-1B વિઝા સિસ્ટમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સિસ્ટમમાં થતા ફ્રોડ સામે લાલ આંખ કરવાની સાથે પોતાની પત્ની ઉષા વેન્સને પણ અમેરિકા પ્રત્યે વધુ કૃતજ્ઞ રહેવાની શિખામણ આપી છે. વેન્સે સંકેતોમાં જણાવ્યું હતું કે જે લોકો બીજા દેશોમાંથી અમેરિકા આવ્યા છે, તેમની પ્રાથમિકતા માત્ર અમેરિકા જ હોવી જોઈએ.
સાસરિયાના વખાણ અને પત્નીને શિખામણ
H-1B વિઝા અંગે વાત કરતા જેડી વેન્સે બેવડું વલણ અપનાવ્યું હતું. એક તરફ તેમણે પોતાના ભારતીય મૂળના સાસરિયાના વખાણ કરતા કહ્યું કે, "H-1B સિસ્ટમ દ્વારા એવા લોકો પણ આવ્યા છે જેમણે અમેરિકાને સમૃદ્ધ બનાવ્યું છે, જેમ કે મારા સાસરિયાઓ." પરંતુ તરત જ પત્ની ઉષા તરફ ઈશારો કરતા તેમણે ઉમેર્યું કે, "આવા નાગરિકોની એ ફરજ છે કે તેઓ તે દેશ (અમેરિકા) વિશે વિચારે જ્યાં તેઓ અત્યારે છે, નહીં કે તે દેશ કે સમૂહ વિશે જ્યાંથી તેઓ આવ્યા છે."
'પોતાને અમેરિકન માનીને જ કામ કરવું પડશે'
વેન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન સિસ્ટમ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે 'અમેરિકન' માનીને જ વિચારે. નોંધનીય છે કે આ અગાઉ પણ જેડી વેન્સ ઘણીવાર ઉષા વેન્સને અમેરિકા પ્રત્યેના પ્રેમ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દે જાહેરમાં સલાહ આપી ચૂક્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થતી રહે છે.
ફ્રોડ કરનારાઓને જેલની સજા
વિઝા છેતરપિંડી અંગે કડક વલણ અપનાવતા ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું હતું કે ટેક્સપેયર્સના પૈસા સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું, "છેતરપિંડી નાની હોય કે મોટી, ફ્રોડ કરનાર અને તેમને મદદ કરનાર તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સક્રિય રીતે કામ કરી રહી છે."








