Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO/ ‘This is bad news for Iran’, what JD Vance said after US-Iran peace talks failed

VIDEO/ ‘આ ઈરાન માટે ખરાબ સમાચાર’, અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં જાણો જેડી વેન્સે શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા કોઈ પણ સમજૂતી વિના સમાપ્ત થઈ છે. ઇસ્લામાબાદમાં ૨૧ કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે (JD Vance) સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે કોઈ કરાર થઈ શક્યો નથી. વેન્સે આ પરિણામને ઈરાન માટે ‘બેડ ન્યૂઝ’ ગણાવ્યા છે.

App Store

જેડી વેન્સનો કડક સંદેશ

મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જેડી વેન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ સમજૂતી માટે પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાન શરતો માનવા તૈયાર નથી. તેમણે કહ્યું, "આ સમજૂતી ન થવી એ ઈરાન માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. અમે તેમને એક તક આપી હતી, પરંતુ હવે તેના પરિણામો માટે તેમણે તૈયાર રહેવું પડશે."