મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે ફરી તણાવની સ્થિતિ, લેબેનોન પર કરાયો હુમલો, 1ના મોતની આશંકા, 21 ઘાયલ

ઇઝરાયલે રવિવારે લેબેનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યો હતો. ઇ

ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે ફરી તણાવની સ્થિતિ, લેબેનોન પર કરાયો હુમલો, 1ના મોતની આશંકા, 21 ઘાયલ

ઇઝરાયલે રવિવારે લેબેનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે જણાવ્યું છે કે, તેણે હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફને નિશાન બનાવ્યા છે.
તેણે ઇરાનના સમર્થન પ્રાપ્ત આતંકવાદી ગ્રુપને શસ્ત્રો ન બનાવવાની ચેતવણી આપી છે. 

આ હુમલો ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ સમાપ્ત થવાનાં એક વર્ષ પછી કરવામાં આવ્યો હતો. પોપ લિઓ 14માની લેબેનોન યાત્રા પહેલા ઇઝરાયલે કરેલા આ હુમલાથી બંને દેશો વચ્ચે ફરી એક વખત તંગદિલી વધી ગઇ છે. 

દેશને બચાવવા માટે જોરદાર કાર્યવાહી કરતી રહીશું

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાટ્ઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે ઉત્તરનાં લોકો અને ઇઝરાયલ દેશને કોઇ પણ ખતરાથી બચાવવા માટે જોરદાર કાર્યવાહી કરતા રહીશું."

ઇઝરાયલની સરકારના પ્રવક્તા શોશ બેડ્રોસિયને એ જણાવ્યું ન હતું કે, ઇઝરાયલે હુમલા પહેલા અમેરિકાને જાણ કરી છે કે નહીં. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, "ઇઝરાયલ પોતાની જાતે નિર્ણયો લે છે."

હુમલામાં 1નું મોત 21 ઘાયલ

લેબેનોન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બૈરુતના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલે કરેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યકિતનું મોત થયું છે અને અન્ય 21 લોકો ઘાયલ થયા છે. 

લેબેનોનનાં પ્રમુખ જોસેફ આઉને એક નિવેદનમાં હુમલાની ટીકા કરી હતી અને ઇઝરાયેૃલ પર યુદ્ધ વિરામ સમજૂતીનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને લેબેનોન અને તેના લોકો પર હુમલાઓને રોકવા માટે તાકાત અને ગંભીરતાથી હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. 

આ સમાચાર શેર કરો