Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel: Israeli army achieves major success in Gaza, Hamas' senior weapons supplier terrorist Alaa Haddadeh killed

Israel: ગાઝામાં ઈઝરાયલી સૈન્યને મળી મોટી સફળતા, હમાસના સિનિયર હથિયાર સપ્લાયર આતંકી અલા હદ્દાદેહ ઠાર

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Israel: ગાઝામાં ઈઝરાયલી સૈન્યને મળી મોટી સફળતા, હમાસના સિનિયર હથિયાર સપ્લાયર આતંકી અલા હદ્દાદેહ ઠાર
સોર્સ : Gstv

Israel: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ યથાવત્ છે. ત્યારે ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આઈડીએફના એક ભીષણ હવાઈ હુમલામાં હમાસના એક સિનિયર હથિયાર નિષ્ણાતને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ઠાર મરાયેલો આતંકવાદી અલા હદ્દાદેહ હતો, જે હમાસને પ્રોડક્શન હેડ કવાર્ટરમાં સપ્લાય વડો હતો. ઈઝરાયલ સૈન્યના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહીને હમાસ દ્વારા યુદ્ધવિરામ ભંગ જણાવ્યું છે. 

App Store

 હદ્દાદેહ હમાસના શસ્ત્રો પુરવઠા પાછળનો ભેજાબાજ હતો
ઈઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલામાં માર્યો ગયેલો આતંકવાદી હમાસના શસ્ત્રો ઉત્પાદન અને પુરવઠા પ્રણાલી પાછળનો મુખ્ય ભેજાબાજ હતો. તે મુખ્ય મથકથી બ્રિગેડ અને ફિલ્ડ કમાન્ડરોને રોકેટ, મોર્ટાર, એન્ટી-ટેન્ક મિસાઇલો અને વિસ્ફોટકો પહોંચાડવા માટે જવાબદાર પ્રાથમિક વ્યક્તિ હતો. તેના મૃત્યુથી હમાસની શસ્ત્રો પુરવઠા શૃંખલાને ભારે ફટકો પડ્યો છે. IDF એ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હમાસ લડવૈયાઓએ દક્ષિણ ઈઝરાયલ તરફ રોકેટ છોડ્યા, જેના કારણે ઈઝરાયલી વાયુસેનાએ ગાઝામાં અનેક લક્ષ્યો પર સચોટ હુમલા શરૂ કર્યા.

 ગાઝાના હથિયાર ગોડાઉન અને ભૂમિ ટનલ પણ ધ્વસ્ત
ઈઝરાયલની સૈન્ય દ્વારા કરાયેલી કાર્યવાહીમાં હમાસના હથિયાર ગોડાઉન, ભૂમિમાં રહેલી ટનલ અને ઉત્પાદન એકમો પણ ધ્વસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, ગત ઘણા વર્ષોથી હમાસની સૈન્ય શાખા ઈઝઅદ-દીન અલ બ્રિગેડ માટે હથિયારોના ઉત્પાદન અને તસ્કરીમાં સક્રિય હતો. તે ઈરાનથી આવતી ટેકનિક અને કાચા માલને ગાઝામાં હથિયાર કારખાનો સુધી પહોંચાડવાની પ્રમુખ ચેનલ હતી. જો કે, હમાસે અત્યાર સુધી હદ્દાદેહના મોત અંગે સત્તાવાર પુષ્ટિ નથી કરી. પરંતુ ગાઝાના આરોગ્ય મંત્રાલયે ઘણા હુમલામાં 31 પેલેસ્ટાઈનીઓ મોત થયાની સૂચના આપી હતી.
 
ઈઝરાયલે જણાવ્યું, આતંકી ઠેકાણાઓ પર કરાયો હુમલો
ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે, તમામ હુમલા આતંકવાદી સ્થળો પર કરાયા હતા અને નાગરિકોને બચવા ચેતવણી જાહેર કરાઈ હતી. યુદ્ધવિરામ તૂટયા પછી આ વિસ્તારમાં તણાવ ફરી વધી ગયો છે. ઈજિપ્ત અને કતરની મધ્યસ્થતિમાં થયું થેલું માનવીય યુદ્ધવિરામ માત્ર 48 કલાક જ ચાલી શક્યું હતું. બંને પક્ષ એક બીજા પર ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. ઈઝરાયલી વડાપ્રધાન ઓફિસને ચેતવણી આપી છે કે, હમાસે કરેલા દરેક ઉલ્લંઘનને આકરો જવાબ આપશે.