મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લોન લઈને ફસાયું પાકિસ્તાન! યુદ્ધ વચ્ચે UAEએ કરી ઉઘરાણી

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધે ખાડી દેશોની કમર તોડી નાખી છે. સાઉદી અરેબિયા અને

લોન લઈને ફસાયું પાકિસ્તાન! યુદ્ધ વચ્ચે UAEએ કરી ઉઘરાણી
આ સમાચાર સાંભળો

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધે ખાડી દેશોની કમર તોડી નાખી છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોનો ઓઈલ-ગેસ પુરવઠો અટકી ગયો છે અને ઈરાન આ દેશો પર મિસાઈલ તથા ડ્રોન હુમલા કરી રહ્યું છે. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે હવે UAEએ પાકિસ્તાનને આપેલી તેની અબજો ડોલરની લોનની વસૂલાત શરૂ કરી દીધી છે.

UAEને 2 અબજ ડોલરની લોન પરત કરશે પાકિસ્તાન

મીડિયા રિપોર્ટ મુજબ UAEએ પાકિસ્તાનને કહ્યું છે કે તેણે જે લોન આપી છે તે તાત્કાલિક પરત કરવામાં આવે. UAEની આ માંગ પર પાકિસ્તાને અબજો ડોલરનું દેવું ચૂકવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન આ મહિનાના અંત સુધીમાં UAEને 2 અબજ ડોલરની લોન પરત કરશે. સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે, 'ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ બાદ મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિને જોતા UAEએ તાજેતરમાં તેની લોન તાત્કાલિક પરત માંગી છે.'

પાકિસ્તાનની સ્ટેટ બેંકમાં જમા છે UAEના નાણાં

આ લોન પાકિસ્તાનની ચૂકવણી સંતુલનને ટેકો આપવા માટે આપવામાં આવી હતી અને આ નાણાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)માં સુરક્ષિત થાપણ તરીકે રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન આ રકમ પર અંદાજે 6 ટકા વ્યાજ ચૂકવી રહ્યું હતું.

12 અબજ ડોલર બહારથી લીધા

અગાઉ UAE આ થાપણની રકમને દર વર્ષે રોલઓવર (રોકાણના ચક્રને અટકાવ્યા વગર તેને સતત આગળ વધારવું) કરતું હતું, પરંતુ ડિસેમ્બર 2025માં તેને પહેલા એક મહિના અને પછી બે મહિના માટે લંબાવવામાં આવી હતી, જેની સમયમર્યાદા 17 એપ્રિલ સુધી હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનને બાહ્ય થાપણો તરીકે અંદાજે 12 અબજ ડોલરના રોલઓવરની જરૂર હતી, જેમાં સાઉદી અરેબિયા પાસેથી 5 અબજ ડોલર, ચીન પાસેથી 4 અબજ ડોલર અને UAE પાસેથી 3 અબજ ડોલર સામેલ છે.

હાલમાં પાકિસ્તાન પાસે 21 અબજ ડોલરથી વધુનું વિદેશી હૂંડિયામણ અનામત છે અને તે UAEની લોન ચૂકવવા સક્ષમ છે. પરંતુ આગામી મહિનાઓમાં તેને ફરીથી વિદેશોમાંથી આર્થિક મદદની જરૂર પડી શકે છે.

આ સમાચાર શેર કરો