Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : David Warner and Moeen Ali clashed after match in PSL

VIDEO: મેચ પછી બાખડ્યા ડેવિડ વોર્નર અને મોઈન અલી, પાકિસ્તાન સુપર લીગમાં થઈ બબાલ

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાકિસ્તાન સુપર લીગ 2026માં આ વખતે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ રમી રહ્યો છે. વોર્નરની કેપ્ટનશિપ હેઠળની કરાચી કિંગ્સની ટીમ ગુરુવારે, 2 એપ્રિલે રાવલપિંડીઝ સામે ટકરાઈ હતી. જોકે, મેચ પછી એક વિચિત્ર ઘટના બની. વોર્નરનો કરાચી કિંગ્સના તેના સાથી ખેલાડી મોઈન અલી સાથે ઝઘડો થયો, જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

App Store

PSLમાં ડેવિડ વોર્નર અને મોઈન અલી વચ્ચે ટક્કર

ઓસ્ટ્રેલિયન ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી પાકિસ્તાન સુપર લીગની 11મી સિઝનમાં રમી રહ્યા છે. બંને અનુભવી PSL 2026માં કરાચી કિંગ્સ માટે રમી રહ્યા છે. આ સિઝનની 10મી મેચ, કરાચી અને પિંડિઝ વચ્ચે, 2 એપ્રિલે રમાઈ હતી. મેચ પછી વોર્નર અને મોઈન અલી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ. આ સમય દરમિયાન વોર્નર ખૂબ ગુસ્સામાં દેખાતો હતો. તે ગુસ્સામાં કંઈક કહેવા જતો હતો, પરંતુ પછી ટીમના એક સભ્યએ દરમિયાનગીરી કરી.

કરાચી કિંગ્સે સતત ત્રીજી મેચ જીતી

PSL 2026માં કરાચી કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું છે. કરાચીએ આ સિઝનમાં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. તે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી તેની ત્રીજી મેચમાં કરાચી કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, પિંડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. પિંડિઝ તરફથી ડેરિલ મિચેલે સૌથી વધુ 65 રન બનાવ્યા, જ્યારે કરાચી તરફથી હસન અલીએ ત્રણ વિકેટ લીધી હતી

કરાચી કિંગ્સે રાવલપિંડીઝ દ્વારા આપવા આવેલો 198 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. કરાચી તરફથી આઝમ ખાને 74 રનની ઇનિંગ રમી હતી. આ રન ચેઝમાં કેપ્ટન ડેવિડ વોર્નરે પણ 50 રનનું યોગદાન આપ્યું હતું. રાવલપિંડીઝ તરફથી ડેરિલ મિચેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.