મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શ્રેયસ અય્યરે ICC રેંકિંગમાં લગાવી મોટી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે જામી પહેલા સ્થાન માટેની સ્પર્ધા

શ્રેયસ અય્યરે ICC રેંકિંગમાં લગાવી મોટી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે જામી પહેલા સ્થાન માટેની સ્પર્ધા

ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યર હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે નવા ICC રેન્કિંગમાં મોટી છલાંગ મારી છે અને હવે તેણે ટોપ 5માં સ્થાન મેળવી લીધું છે. આ દરમિયાન ભારતના ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે પહેલા સ્થાન માટેની જંગ ચાલુ છે. હાલમાં ઈશાન કિશન નંબર-1 બેટ્સમેન છે, પરંતુ બંનેના રેટિંગમાં વધુ તફાવત નથી.

ઈશાન કિશન ICC T20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને ભારતીય ટીમે લીડ મેળવી છે. દરમિયાન ICCએ નવી રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો ઈશાન કિશન T20 રેન્કિંગમાં નંબર-1 પર યથાવત છે, હાલમાં તેનું રેટિંગ 904 છે. અભિષેક શર્મા 891 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આનો અર્થ એ છે કે પ્રથમ અને બીજા સ્થાન વચ્ચેનું અંતર ઓછું થઈ રહ્યું છે, તેથી આગામી દિવસોમાં આ સ્પર્ધા વધુ રસપ્રદ બનશે.

શ્રેયસ અય્યર ત્રણ સ્થાનનો કૂદકો મારીને ચોથા નંબર પર પહોંચ્યો

આ દરમિયાન બહ્ર્તીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે મોટી છલાંગ લગાવી છે. તે હવે ત્રણ સ્થાનનો કૂદકો મારીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 798 થઈ ગયું છે. પાકિસ્તાનનો શાહીબાઝાદા ફરહાન 883 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. શ્રેયસે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની પહેલી મેચમાં અણનમ 102 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બીજી મેચમાં 40 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે ત્રીજી મેચમાં ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. સિરીઝમાં હજુ બે મેચ બાકી છે. જો શ્રેયસ આ મેચોમાં મોટી ઈનિંગ્સ રમે છે, તો તેને ત્રીજા નંબર પર પહોંચવાની પણ તક મળશે.

તિલક વર્માને પણ એક સ્થાનનો ફાયદો થયો

શ્રેયસ અય્યરના ઉપર આવવાથી આગમન સાથે ઈંગ્લેન્ડના હેરી બ્રુક અને જોસ બટલર એક-એક સ્થાન નીચે ઉતર્યા છે. તેઓ હવે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ એક સ્થાન નીચે ઉતરીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે તિલક વર્મા એક સ્થાન ઉપર આવ્યો છે અને હવે 731ના રેટિંગ સાથે નવમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝનનો કેપ્ટન શાઈ હોપ બે સ્થાન ઉપર આવીને 11મા સ્થાને પહોંચી ગયો છે. તેમનું રેટિંગ હાલમાં 718 છે.

આ સમાચાર શેર કરો