મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હવે બાળકોના YouTube વાપરવા પર પ્રતિબંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક પગલા

હવે બાળકોના YouTube વાપરવા પર પ્રતિબંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક પગલાં લઈ રહી છે. હાલમાં, સરકારે YouTubeને પણ બૅન કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે અગાઉ વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મને છૂટ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પણ કિશોરો માટે બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેઓ આ અંગે સરકાર સાથે વધુ વાતચીત કરશે.

ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે YouTube પર લાગશે પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને YouTube પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સંસ્થાએ પોતાના સંશોધનના આધારે જણાવ્યું હતું કે, 10 થી 15 વર્ષના 37% બાળકો YouTube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યા છે. આ આંકડો અન્ય કોઈ સોશિયલ મીડિયા વેબસાઇટના પ્રમાણમાં સૌથી વધુ જોવા મળ્યો હતો.
જાણવા મળ્યું છે કે, Metaની Facebook અને Instagram, Snapechat, Tiktok જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કહ્યું હતું કે YouTubeને છૂટ આપવી એ યોગ્ય નથી.

સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે: એન્થની આલ્બનીઝ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, 'સોશિયલ મીડિયાની એક સામાજિક જવાબદારી છે અને તેમાં કોઈ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાના બાળકો ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે નકારાત્મક રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં, હું તેમને બંધ કરવાની તૈયારી કરી રહ્યો છું. સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને હું ઓસ્ટ્રેલિયાના વાલીઓને કહેવા માંગુ છું કે અમે તેમની સાથે છીએ.'

કંપની કાયદાનું ઉલ્લંઘન કરે તો થશે દંડ

ગયા વર્ષે નવેમ્બરમાં આ અંગે કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેમને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે. પ્રતિબંધના તાજેતરના નિર્ણય પર YouTubeના પ્રવક્તાએ જણાવ્યું છે કે, કંપની આગામી પગલાં પર વિચાર કરશે અને સરકાર સાથે વાતચીત કરશે.

જો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ વિષે વાત કારીએ તો બંને દેશ શિક્ષણ, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થયા છે. 

આ સમાચાર શેર કરો