Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : YouTube's trending page is about to be shut down news

Tech News : YouTube બંધ કરવા જઈ રહ્યું છે તેનું ટ્રેન્ડિંગ પેજ, શું તેનાથી ક્રિએટરની કમાણી પર અસર પડશે?

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Tech News : YouTube બંધ કરવા જઈ રહ્યું છે તેનું ટ્રેન્ડિંગ પેજ, શું તેનાથી ક્રિએટરની કમાણી પર અસર પડશે?
સોર્સ : google

યુટ્યુબ કન્ટેન્ટ  ક્રિએટર્સ માટે એક મોટા સમાચાર છે. લગભગ 10 વર્ષ પછી યુટ્યુબ આ મહિને તેનું ટ્રેન્ડિંગ પેજ બંધ કરવા જઈ રહ્યું છે. યુટ્યુબ ટ્રેન્ડિંગ પેજ ઉપરાંત ટ્રેન્ડિંગ નાઉ સેક્શન પણ બંધ કરવામાં જઈ રહ્યું છે. હવે જો યુટ્યુબ ટ્રેન્ડિંગ પેજને દૂર કરવા જઈ રહ્યું છે, તો તે કઈ નવી વસ્તુ ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે? તમને જણાવી દઈએ કે વિડિઓ પ્લેટફોર્મ યુટ્યુબ ટૂંક સમયમાં ટ્રેન્ડિંગ પેજ બંધ કરશે અને તેના દર્શકો માટે ટ્રેન્ડિંગ મ્યુઝિક વિડિયો, વીકલી ટોપ, પોડકાસ્ટ શો અને ટ્રેન્ડિંગ મૂવી ટ્રેલર્સ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુટ્યુબ નજીકના ભવિષ્યમાં વધું સેક્શન રજૂ કરશે.

App Store

ટ્રેન્ડિંગ પેજ બંધ થવાથી કન્ટેન્ટ ક્રિએટર્સની કમાણી પર શું અસર પડશે?

YouTubeનું ટ્રેન્ડિંગ પેજ વિડિયો  ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ ટૂલ હતું. તે આ ટૂલનો ઉપયોગ કરીને જાણી શકતા હતાં કે ક્યા વિડિયો અને વિષયો વાયરલ થઈ રહ્યા છે. આની મદદથી ક્રિએટર્સ ટ્રેન્ડિંગ વિષયો પર કન્ટેન્ટ બનાવીને વધુ વ્યૂઝ અને આવક મેળવી શકતા હતા. ખાસ કરીને નવા યુટ્યુબર્સ માટે આ સુવિધા ઓળખ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ. હવે ટ્રેન્ડિંગ પેજ બંધ થવાથી ક્રિએટર માટે વાયરલ વિષયો શોધવામાં થોડું મુશ્કેલ બનશે. તેને YouTubeને બદલે ટ્રેન્ડ શોધવા માટે અન્ય પ્લેટફોર્મ પર આધાર રાખવો પડશે. આમાં સમય પણ લાગશે અને યોગ્ય વિષય પસંદ કરવાનું પણ મુશ્કેલ બનશે. નિષ્ણાતો કહે છે કે આ ફેરફાર કન્ટેન્ટ ક્રિએટર્સની વ્યૂઅરશિપ અને કમાણી બંનેને અસર કરી શકે છે.

ટ્રેન્ડિંગ પેજને દૂર કરવાનો નિર્ણય કેમ?

ટેક નિષ્ણાતો કહે છે કે યુટ્યુબ દ્વારા ટ્રેન્ડિંગ પેજને દૂર કરવું એ એક સ્વાભાવિક પગલું લાગે છે. એવું લાગે છે કે યુટ્યુબ સમજી ગયું છે કે ટ્રેન્ડિંગ કન્ટેન્ટ શોધવા માટે એક અલગ ખાસ પેજ અથવા ટેબ જરૂરી નથી. યૂઝર્સ સીધા સર્ચ ટેબ પર જઈ શકે છે અને તે મુજબ તે ટ્રેન્ડનો ભાગ પણ બની શકે છે. આ ઉપરાંત યુટ્યુબ શોર્ટ્સને તાજેતરના વર્ષોમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. ઘણા પ્લેટફોર્મ પર તેની માંગ વધી છે અને યુટ્યુબ હવે આ ફોર્મેટ પર વધુ ધ્યાન આપી રહ્યું છે, તેમજ તેમાં નવી અને વિવિધ ફીચર્સ ઉમેરી રહ્યું છે. યુટ્યુબે એ પણ નોંધ્યું છે કે ટ્રેન્ડિંગ સેક્શનની વિઝિટ્સમાં ઘટાડો થયો છે, જેના કારણે આ ટેબને દૂર કરવાનો નિર્ણય લેવાનું સરળ બન્યું છે.