Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Meta deletes 1 crore Facebook accounts

Tech News: Meta એ લીધી મોટી એક્શન, છ મહિનામાં ડિલીટ કર્યા 1 કરોડ ફેસબૂક એકાઉન્ટ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Tech News: Meta એ લીધી મોટી એક્શન, છ મહિનામાં ડિલીટ કર્યા 1 કરોડ ફેસબૂક એકાઉન્ટ

Meta એ એક મોટી એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ ફેસબૂકના 1 કરોડ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. જે લોકો છાનામાની ડુપ્લીકેટ પ્રોફાઈલ ચલાવી રહ્યા હતા, કંપનીએ આ તમામ એકાઉન્ટને આ વર્ષના પહેલા છ મહિનામાં ડિલીટ કરી દીધા છે, જેને કંપનીએ Spammy Contentનું નામ આપ્યું છે. હકીકતમાં, કંપનીનો હેતુ ફેસબૂક ફીડને વધારે રિલેવન્ટ, ક્લીન અને ઓથેન્ટિક બનાવવાનો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI જનરેટેડ કન્ટેન્ટનો વિસ્તાર આટલી ઝડપથી વધી રહ્યો છે.

App Store

ફેસબૂકની ઓડિયન્સ માટે ફાયદો 

કંપનીએ જણાવ્યું કે, ફેક એકાઉન્ટ કથિત રૂપે ફેસબૂકના એલ્ગોરિધમ અને ઓડિયન્સ રીઝનો લાભ લેવા ઈચ્છે છે. જેના માટે કન્ટેન્ટ ક્રિએટર્સના એકાઉન્ટની ડુપ્લીકેસી બનાવવાનો પ્રયાસ કરે છે. 

5 લાખ અન્ય એકાઉન્ટ પણ કરાયા બ્લોક

આ વિશે વધુ માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે, 5 લાખ અન્ય એકાઉન્ટ સામે ખોટી એક્ટિવિટીના કારણે એક્શન લેવામાં આવ્યું છે. જે જણાવે છે કે, આ એકાઉન્ટ સ્પામ, બોટ જેવી એંગેજમેન્ટ અને કન્ટેન્ટ રિસાઇક્લિંગમાં સામેલ હતા. 

ઓરિજનલ કન્ટેન્ટને રિવોર્ડ આપશે Meta

Meta એ પોતાના બ્લોગપોસ્ટમાં જણાવ્યું કે, મેટાએ ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટર્સ જે યુનિક ઈમેજ અથવા વીડિયો બનાવવે છે, તેમને રિવોર્ડ આપવા માટે નવી નીતિની જાણકારી આપી છે. આ સાથે જ કંપની હવે ડુપ્લીકેટ કન્ટેન્ટ શોધવા અને તેની રીચ ઓછી કરવાની ટેક્નિકનો ઉપયોગ કરશે. 

Metaની AIને લઈને તૈયારી

Meta એ આ એક્શન એવા સમયે લીધું છે, જ્યાં કંપની ખુદ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા સ્તરે કામ કરી રહ્યું છે. આ સાથે જ CEO માર્ક ઝકરબર્ગે પોતાની સુપર કોમ્પ્યુટિંગ કેપેબિલિટીઝને વિકસિત કરવા અને આવતા વર્ષે પહેલું AI સુપર ક્લસ્ટર લોન્ચ કરવા માટે મોટી રકમ ખર્ચ કરવાનો પ્લાન કર્યો છે.