Tata Punch એ રચ્યો ઈતિહાસ: દેશની સૌથી વધુ વેચાયેલી કાર બની, જુઓ ઓગસ્ટ 2026ની Top-5 યાદી

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ગ્રાહકોની પસંદગી સતત બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો નાની હેચબેક કારોને સૌથી વધુ પસંદ કરતા હતા, પરંતુ હવે દેશમાં એસયુવી (SUV) અને માઇક્રો-એસયુવીનો દબદબો વધતો જઈ રહ્યો છે. ઓગસ્ટ 2026ના કાર વેચાણ રિપોર્ટના તાજા આંકડા આવી ગયા છે, અને આ વખતના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ટાટા મોટર્સની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ કાર ટાટા પંચે (Tata Punch) ઈતિહાસ રચતા દેશની સૌથી વધુ વેચાનારી કારનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
ટાટા પંચના વેચાણમાં 99%નો સિંહફાળો
દેશના ઓટો માર્કેટમાં આ વખતે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઓગસ્ટ 2026માં Tata Punch દેશની સૌથી વધુ વેચાનારી કાર બની ગઈ છે અને તેણે મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીની કારોને પણ પાછળ છોડી દીધી છે. આ મહિને Tata Punchની કુલ 21,320 યુનિટ્સ વેચાઈ, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની માત્ર 10,704 યુનિટ્સ જ વેચાઈ હતી. એટલે કે માત્ર એક જ વર્ષમાં એનું વેચાણ લગભગ બમણું થઈ ગયું અને તેમાં 99 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો.
બીજા નંબરે રહી Wagno R
વેચાણના મામલે Maruti Suzuki Wagon R બીજા સ્થાને રહી. ગયા વર્ષે ઓગસ્ટમાં આ કારની 14,552 યુનિટ્સ વેચાઈ હતી, પરંતુ આ વર્ષે ઓગસ્ટમાં એનું વેચાણ વધીને 20,180 યુનિટ્સ સુધી પહોંચી ગયું. આ રીતે Wagon Rના વેચાણમાં વાર્ષિક ધોરણે 39 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Swift રહી ત્રીજા સ્થાને
ત્રીજા નંબરે Maruti Suzuki Swift રહી, જેની આ વર્ષે ઓગસ્ટમાં 19,832 યુનિટ્સ વેચાઈ. ગયા વર્ષે આ જ મહિને Swiftની માત્ર 12,385 યુનિટ્સ જ વેચાઈ હતી, એટલે કે તેના વેચાણમાં 60 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. ખાસ વાત એ રહી કે ટોપ-3માં સામેલ Punch અને Swiftના વેચાણ વચ્ચે માત્ર 1,488 યુનિટ્સનું જ અંતર રહ્યું, જેથી મુકાબલો ખૂબ જ નજીકનો રહ્યો.
ચોથા સ્થાને Fronx, પાંચમા પર Ertiga
Maruti Suzuki Fronx એ વેચાણના મામલે ચોથું સ્થાન હાસિલ કર્યું. ઓગસ્ટમાં તેની 18,730 યુનિટ્સ વેચાઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલી 12,422 યુનિટ્સની સરખામણીએ 51 ટકા વધુ છે. વર્ષ 2023માં લોન્ચ થયા પછીથી Fronx સતત કંપની માટે એક મોટી સફળ કાર સાબિત થઈ છે.
પાંચમા નંબરે Maruti Suzuki Ertiga રહી. આ વર્ષે ઓગસ્ટમાં તેની 18,516 યુનિટ્સ વેચાઈ, જે ગયા વર્ષની 18,445 યુનિટ્સની લગભગ બરાબર જ છે. એટલે કે તેના વેચાણમાં માત્ર 71 યુનિટ્સનો મામૂલી વધારો થયો અને વાર્ષિક ધોરણે તેનું વેચાણ લગભગ સ્થિર જ રહ્યું.
પેટ્રોલથી લઈને ઈલેક્ટ્રિક સુધી દરેક વિકલ્પ
Tata Punchની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ એ છે કે તેને અલગ-અલગ જરૂરિયાતો વાળા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમાં પેટ્રોલ, ટર્બો-પેટ્રોલ, CNG અને ઈલેક્ટ્રિક, એટલે કે દરેક પ્રકારના પાવરટ્રેનનો વિકલ્પ છે. આ જ કારણ છે કે અલગ-અલગ બજેટ અને પસંદગી વાળા ગ્રાહકો આ કાર તરફ આકર્ષાઈ રહ્યા છે. સેફ્ટીના મામલે પણ Tata Punchને ખૂબ મજબૂત માનવામાં આવે છે, જે એનું વેચાણ વધારવામાં એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

