આ ફોનમાં નહીં ચાલે WhatsApp અને Telegram! સરકાર લાવવા જઈ રહી છે કડક નિયમ

જો તમે રજિસ્ટર્ડ નંબર વગર અલગ-અલગ ફોનમાં WhatsApp કે પછી Telegram ચલાવી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ટૂંક સમયામાં જ તમે ફોનમાં સિમ કાર્ડ નાખ્યા વગર વોટ્સએપ સહિતની અન્ય સર્વિસીઝનો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે સરકાર આ સુવિધા પર રોક લગાવવા જઈ રહી છે. ભારત સરકારનો SIM binding નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ, વોટ્સએપ અને ટેલિગ્રામ ચલાવવા માટે યુઝર્સે પોતાના ફોનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ અનિવાર્યપણે નાખવું પડશે, જેથી તે આ મેસેજિંગ સર્વિસીઝનો ઉપયોગ ચાલુ રાખી શકે. વાસ્તવમાં, સરકાર ફેક સિમ કાર્ડ અને સિમ ક્લોનિંગથી થતી ઠગાઈ પર રોક લગાવવા માટે આ નિયમ લાવી રહી છે.
આવા ફોનમાં નહીં ચાલે વોટ્સએપ અને ટેલિગ્રામ
આ નિયમ મોબાઈલ નંબર અને તેની સાથે જોડાયેલા એકાઉન્ટ વચ્ચેના કનેક્શનને વધુ મજબૂત કરવા માટે છે, જેથી ઠગ લોકો માટે મેસેજિંગ સર્વિસીઝનો ખોટો ઉપયોગ કરવો અથવા ફ્રોડ કરવું મુશ્કેલ થઈ જાય. આ નિયમ લાગુ થયા પછી, એવા લોકોને મુશ્કેલી પડી શકે છે જે ફોનમાં રજિસ્ટર્ડ સિમ નથી નાખતા, પરંતુ વાય-ફાઈ દ્વારા ફોનમાં વોટ્સએપ, ટેલિગ્રામ ચલાવે છે. આ નવો નિયમ આઈફોન અને એન્ડ્રોઈડ બંને પ્રકારના ફોન પર લાગુ થશે.
રિપોર્ટ અનુસાર, એપલે કથિત રીતે આઇઓએસમાં સિમ બાઇન્ડિંગને સપોર્ટ કરવા માટે ફેરફારો કર્યા છે. કંપનીએ સપ્ટેમ્બરમાં એક સોફ્ટવેર અપડેટ જારી કર્યું હતું, જે એ જાણવામાં મદદ કરે છે કે આઈફોનમાં સિમ કાર્ડ છે કે નહીં.
સરકાર સિમ બાઇન્ડિંગ નિયમ કેમ લાવી રહી છે અને તેનો ફાયદો શું થશે
સિમ બાઇન્ડિંગ નિયમ, યુઝર્સને ઓનલાઈન થતી છેતરપિંડીથી સુરક્ષિત રાખશે. આ નિયમ હેઠળ, તમારા બેન્કિંગ, UPI અને મેસેજિંગ એપ્સ (જેવા કે WhatsApp, Telegram) ને તમારા ફોનમાં હાજર એક્ટિવ સિમ કાર્ડ અને ડિવાઈસ સાથે ડિજિટલ રીતે બાઇન્ડ કરી દેવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમારું ડિજિટલ એકાઉન્ટ માત્ર તે જ સ્માર્ટફોનમાં ચાલે, જેમાં તમારું રજિસ્ટર્ડ સિમ કાર્ડ ફિઝિકલી લાગેલું હોય.
આ કેવી રીતે કામ કરે છે?
કંટીન્યુઅસ વેરિફિકેશન: પહેલા માત્ર એક જ વાર OTP નાખીને એપ ચાલુ થઈ જતી હતી અને સિમ કાઢ્યા પછી પણ એપ ચાલુ રહેતી હતી. સિમ બાઇન્ડિંગ હેઠળ એપ બેકગ્રાઉન્ડમાં આ ચેક કરતું રહે છે કે રજિસ્ટર્ડ સિમ ફોનમાં એક્ટિવ છે કે નહીં.
સિમ કાઢતા જ સર્વિસ બંધ: જો યુઝર પોતાના ફોનથી સિમ કાર્ડ કાઢી લે છે અથવા કોઈ કારણસર સિમ બંધ થઈ જાય છે, તો સંબંધિત એપ તુરંત કામ કરવાનું બંધ કરી દેશે.
સિંગલ ડિવાઈસ લોક: એક મોબાઈલ નંબર સાથે જોડાયેલી એપ એક સમયમાં માત્ર તે જ ફોન પર ચાલશે જેમાં તે સિમ લાગેલું હશે.
સિમ બાઇન્ડિંગ નિયમ ક્યાં-ક્યાં લાગુ થશે?
બેન્કિંગ અને UPI એપ્સ: ભારતીય રિઝર્વ બેંક (RBI) અને NPCI ના નિયમો હેઠળ PhonePe, Google Pay, Paytm અને બેન્કિંગ એપ્સ (જેવા કે SBI YONO)માં સિમ બાઇન્ડિંગ પહેલેથી જ લાગુ છે.
મેસેજિંગ એપ્સ (WhatsApp, Telegram વગેરે): ટેલિકોમ વિભાગ (DoT)ના નવા દિશાનિર્દેશો હેઠળ મેસેજિંગ એપ્સ માટે પણ સિમ બાઇન્ડિંગ અનિવાર્ય કરવામાં આવી રહી છે. તેના હેઠળ વેબ કે ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરવા પર પણ સમય-સમય પર ઓટો-લૉગઆઉટ અને રી-વેરિફિકેશનની આવશ્યકતા રહે છે.
આ નિયમ કેમ લાવવામાં આવ્યો?
સાઇબર ફ્રોડ અને 'ડિજિટલ અરેસ્ટ'થી સુરક્ષા: ઠગ અને સ્કેમર્સ કોઈની પણ પાસેથી OTP લઈને બીજા ડિવાઈસમાં તેના નામે વોટ્સએપ કે અન્ય સર્વિસ નહીં ચલાવી શકે. સિમ બાઇન્ડિંગથી આ રસ્તો પૂરી રીતે બંધ થઈ જાય છે.
સિમ સ્વેપિંગ અને ક્લોનિંગ પર લગામ: જો કોઈ તમારા નંબરનું નકલી સિમ પણ કઢાવી લે, તો પણ તે તમારા રજિસ્ટર્ડ ફોન (ડિવાઈસ ID) વગર તમારી એપ્સ એક્સેસ નહીં કરી શકે.








