Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Over 150 porn clips recovered from Prajwal Revanna's phone, contact with family and girlfriend

પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી ૧૫૦થી વધુ પોર્ન ક્લિપ્સ મળી આવી,પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે સંપર્ક

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી ૧૫૦થી વધુ પોર્ન ક્લિપ્સ મળી આવી,પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે સંપર્ક
સોર્સ : gstv

બળાત્કારના કેસમાં દોષિત ઠર્યા બાદ બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના હાઈ-સિક્યુરિટી સેલમાંથી તાજેતરમાં એક મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક તપાસના પરિણામો જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી; આ ઉપકરણોમાં અસંખ્ય અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત, જેલની બહારની વ્યક્તિઓ સાથેની વાતચીતના રેકોર્ડિંગ્સ પણ મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે કોલ રેકોર્ડ્સના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે મધ્યસ્થીઓ દ્વારા રેવન્નાના પરિવારના સભ્યો સાથે વાતચીત કરવામાં આવી હતી, તેમજ એક મહિલા મિત્રને સીધા કોલ પણ કરવામાં આવ્યા હતા.

App Store
ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, મોબાઈલ ફોનમાં OTT સિરીઝ અને ફિલ્મોની સાથે ૧૪૫થી વધુ અશ્લીલ (પોર્નોગ્રાફિક) વીડિયો ક્લિપ્સ મળી આવી હતી. આ ઉપરાંત, એક પેન ડ્રાઇવમાં પણ આવી ૧૦૦થી વધુ અશ્લીલ ક્લિપ્સ હતી.ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ રેવન્ના બળાત્કારના કેસમાં દોષિત ઠર્યા બાદ હાલમાં પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ૧૧ ઓગસ્ટના રોજ, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષા વિભાગની બેરેકમાં ઓચિંતી તપાસ દરમિયાન એક મોબાઈલ ફોન, સિમ કાર્ડ, ચાર્જર અને નોટબુક જપ્ત કર્યા હતા. ત્યારબાદ, તેમણે ઉપકરણમાંથી ડેટા મેળવીને તેની તપાસ કરી હતી.
 
પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે સંપર્ક
 
જેલના સેલમાંથી મળી આવેલી નોટબુકમાં છથી સાત ફોન નંબર હતા, જેમાં પરિવારના સભ્યો અને એક મહિલા મિત્રના નંબરનો સમાવેશ થતો હતો. રેવન્નાએ મોબાઈલ ફોન પોતાનો હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે કેદીઓ વારાફરતી તેનો ઉપયોગ કરતા હતા. જોકે, એક અધિકારીએ જણાવ્યું હતું કે, "તેણે સ્વીકાર્યું હતું કે સેલમાંથી મળી આવેલી નોટબુક તેની જ છે." પોલીસે ફોનની કોલ હિસ્ટ્રીમાં જેમના નંબર જોવા મળ્યા છે તે વ્યક્તિઓને નોટિસ મોકલવાની યોજના જાહેર કરી છે.દરમિયાન, શુક્રવારે ઈલેક્ટ્રોનિક સિટી ડિવિઝન પોલીસે જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની કથિત દાણચોરીના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જેલના એક કર્મચારીએ મોબાઈલ ફોન પહોંચાડવામાં મદદ કરી હતી, જ્યારે અન્ય એક કેદીએ સિમ કાર્ડની વ્યવસ્થા કરી હતી.
ટોપિક્સ:GSTV NewsGujarati News